________________
સમાધિશતકમ
અત્ર પૂર્વાર્ધથી ક્ષે પાય કહ્યો, અને ઉત્તરાર્ધથી મેક્ષ સ્વરૂપ કહ્યું છે
जयन्ति यस्याऽवदतोऽपि भारती, विभूतयस्तीर्थकृतोऽप्यनीहतुः । शिवाय धात्रे सुगताय विष्णवे:
जिनाय तस्मै सकलात्मने नमः ॥ २ ॥ ભાવાર્થ–પૂર્વોક્ત સિદ્ધ સ્વરૂપ પ્રાપ્તિ-અર્થે ઉપદેશ કર્તા સકલ ઈષ્ટ દેવતાની સ્તુતિ કરે છે જે ભગવાનની ભારતી રૂપ વાણી વિભૂતિ કઈ પણ આત્માને બાધ ન કરતી છતી વિજયી વરો છે.
તે ભારતીની વિભૂતિ કેવી છે તે કહે છે.. અવતોડપ એ વિશેષણ દિગમ્બર આસ્નાયનું છે, કેમ કે દિગંબર મતમાં ભગવાનની દિવ્ય ધ્વનિ અનાર રૂપ છે. વેતામ્બર મતમાં ભગવાન અક્ષર રૂપ વાણીથી મુખ દ્વારા ઉપદેશ આપે છે. ભગવાન અક્ષરરૂપથી ઉપદેશ આપે છે, તેને નિર્ણય સિદ્ધાંત જોઈ લે.
અવતોડનિ એ વિશેષણ સહિત વિભૂતિ જાણવી, અથવા હૃદ્ધ-સમાસ કરતાં, વાણી તથા છત્ર, ચામર, પ્રાતિહાર્યાદિક વિભૂતિ એમ બેને સમાવેશ ગ્રહી શકાય. નિરીહ એવા ભગવંત છતાં જેની એવી વિભૂતિ છે.
ઈચ્છા મેહનીય કર્મથી ઉત્પન્ન થાય છે. પ્રભુએ મિહનીય કર્મને નાશ કર્યો છે, તેથી ઈચ્છા રહિત છે, અર્થાત કેથી કરવાની ઈચ્છા રહિત એવા તીર્થ કરે છે. એટલે કે સંસાર સમુદ્રથી તરવાના તીર્થ જેવું આગમ (તીર્થ) કરનાર છે.