________________
મહારાજ અને પ. પૂચિદાનંદજી મહારાજના પદો તે અને આનંદમાં વધારો કરશે.
બીજી આવૃત્તિના પુસ્તકે અલભ્ય થતાં તૃતીય આવૃત્તિ રૂપે પ્રકાશિત કરવા માટે શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળે પ. પૂ. પ્રાતઃસ્મરણય પરમેપકારી વ્યાખ્યાન વાચસ્પતિ ઉપાધ્યાયજી શ્રી કૈલાસ સાગરજી ગણીન્દ્રને વિનતિ કરી અને પરમતારક ગુરુદેવશ્રીએ સંપાદનનું કાર્ય મને સોંપી ઉપકારીતામાં વધુ ઉમેરો કર્યો છે. હું ત્રાણું હતું અને વધુ ત્રણ બને છું. આવું ઋણ પણ આનંદ પ્રદાયી છે.
પ્રસ્તાવનાદિ લખવાનો વિશિષ્ટ અને કમબદ્ધ અભ્યાસ ન હોવાના કારણે એ પદ્ધતિમાં ક્ષતિ હોય એ સહેજે સમજાય તેવું છે, એથી એની ઉણપ માટે સૂચના આપવા વિનંતિ છે, એ દ્વારા બીજી વેળાએ ક્ષતિ પરિમાર્જની-કરણ માટે ઉપાય લઈ શકાય.
મુદ્રણ કાર્યમાં જાગરુકતાને ભાવ અને પ્રયત્ન છતાં પ્રમત્તત્તાદિના કારણે ક્ષતિ રહેવા પામી હોય તો વિનમ્રતા પૂર્વક ક્ષમા યાચના ઈચ્છું છું.
ગુણશીલ મહાનુભાવો આ પ્રકાશનને આનંદભેર અપનાવશે એજ મંગલ મને રથ હૈયે રાખી વિરમું છું.
શ્રી સિદ્ધક્ષેત્ર ૨૦૨૧ માધશુક્લ પૂર્ણિમા |
સ્નેહરશિ.