________________
શ્રી આધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ
નિ...વે...દન
પ્રસ્તુત મંડળની સ્થાપના માણસામાં વિ. સં. ૧૯૬૫માં સ્વ. પૂ. આ. મ. શ્રી બુદ્ધિસાગરસૂરજીએ કરી હતી.
તેઓશ્રી મહાનગી, પ્રખરવક્તા, અને શીઘ્રકવિ હતા. તેમનું અખિલ સંયમી જીવન લેકભોગ્ય, વિદ્રોગ્ય અને રચનાત્મક સાહિત્ય સર્જક તરીકે સુવિખ્યાત છે. ત્યાગી અવસ્થામાં એકસો પંદર ઉપરાંત ગ્રંથ તેમણે લખ્યા છે.
લગભગ પંદર વર્ષ પહેલાં પૂ. આચાર્ય શ્રી કીર્તિ સાગર સૂરીશ્વરજી મુંબઈમાં ચાતુર્માસ હતા, ત્યારે લગભગ ચાલીસ હજારનું ભડળમાં તેમની નિશ્રામાં થયું હતું.
અત્યાર સુધી સંસ્થા તરફથી સ્વ. પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વર મ. લગભગ તમામ ગ્રંથે છપાઈ ગયા છે. કર્મચાગ તથા આનંદઘનપદ સંગ્રહ જેવા મહાન ગ્રંથની લગભગ ત્રણ આવૃત્તિઓ બહાર પાડવામાં આવી છે. તાજેતરમાં એમના હસ્તાક્ષરમાં જ લખેલી “મહાવીરગીતા” લગભગ ત્રણ હજાર સંસ્કૃત લેવાલીની એક પ્રત પ્રાપ્ત થઈ છે. તેનું વિશુદ્ધિકરણ થઈને છપાય છે. સ્વાનુભવચિંતન જ્ઞાનામૃત અને કાગની કંડિકાઓના બે ભાગે છપાઈને છેલ્લાં પ્રકાશિત થઈ ગયા છે.