________________
મારા દાદાગુરુના દાદાગુરુ પૂ. આચાર્ય ભગવંતશ્રીએ ગુજરાતી વિવેચન લખવા દ્વારા અધ્યાત્મરસિકો માટે આ ગ્રન્થરત્ન વાંચવામાં સરલતા ભર્યો બની ગયું છે.
સાહિત્યકારોને ભાષાની દ્રષ્ટિએ જોતાં આ ગ્રન્થની. ભાષામાં ઉણપ જણાશે પરંતુ આ ગ્રન્થરત્ન અધ્યાત્મને છે, માટે એની ભાષા તરફ જવા કરતાં ભાવ તરફ જેવાશે તે લાભદાયી થશે.
અલંકારની આકૃતિમાં રહેલાં સુવર્ણના મૂલ્ય કરતાં લગડીના સુવર્ણનું મૂલ્ય ઓછું અંકાતું નથી. જનસાધારણને એમાં આકર્ષતા ન જણાય એ બનવા જોગ છે પણ સુજ્ઞ સજજનો એના ગુણ તરફ જ લક્ષ બાંધે છે.
બીજી વાત, આ ગ્રન્થના વિવેચન લખાયાને આજે લગભગ છ દાયકા જેટલો સમય વહી ચૂક્યા છે. ત્યારની ભાષા પદ્ધતિ અને આજની ભાષા પદ્ધતિમાં ઘણાં રૂપાન્તરો થયા છે.
ત્રીજી વાત, ગુણશીલ વિવેચનકારશ્રીએ પ્રાથમિક અવસ્થામાં આ વિવેચન લખ્યું છે અને એ વેળા એઓશ્રી ઉપર ગ્રામ્ય ભાષાઓનું પ્રભુત્વ હતું, આ પણ એ કારણ ગણી શકાય તેમ છે.
સોળે કળાએ ખીલેલા ચંદ્રની પ્રજાને જેઈજેમ કેર પક્ષીને આનંદ આવે છે, તેમ આત્માનુલક્ષી મહાનુભાને આ વિવેચન વાંચતાં જરૂર આનંદ આવશે. એમાં વળી સહજાનંદમાં મસ્ત રહેનારા ગમૂર્તિ શ્રી આનંદઘનજી