________________
સમાધિશતકમ
૧૯૫ સમાધિમાં નિદ્ધ થવાયું નહિ, તે શબ્દજ્ઞાનને શ્રમ તે શ્રમરૂપ જાણવે. અન્ય મતવાળા ભાગવતમાં (એકાદશ કધમાં કહે છે ––
शब्दे ब्रह्मणि निष्णातो-न निष्णायात् परे यदि । श्रमस्तस्य श्रमफलो-ह्यधेनुमिव रक्षतः ॥ १॥
શબ્દ બ્રહ્મથી પર જે આત્મ રૂપ બ્રહ્મ તે સાધ્ય છે. શબ્દ બ્રહ્મમાં કુશળ હોય, પણ પરબ્રહ્મમમાં કુશળ ન હોય તો તેને શ્રમ, તે શ્રમ ફલવાળો છે. બાખડી ગાયની ચાકરીમાં દષ્ટાંત પેઠે અહિં સમજવું. - આત્માથી જીવોએ વૈરાગ્યથી આત્માને ભાવે. શ્રાવકત્રત તથા મુનિવ્રતને આદર કરે. સામાયિક પૌષધ, પ્રતિકમણ, પ્રભુ પૂજા કરવી. ગુરુવંદન તથા ગુરુવૈયાવચ્ચ તથા ગુરુની ભક્તિ કરવી.
સાધુ તથા સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાનું બહુમાન કરવું. તીર્થયાત્રાઓ કરવી, આસ્રવ હતુઓને ત્યાગ કરવો. સદ્દગુરુની પુનઃ પુનઃ સંગતિ કરવી.
વ્યવહારધર્મ તથા નિશ્ચયધર્મનું જ્ઞાન કરવું વ્યવહાર ' અને નિશ્ચય ધર્મને આદર કરે. જ્ઞાનદાન ભવ્યજીને આપવું, જ્ઞાનપૂર્વક ક્રિયાનું અવલંબન કરવું. પશમભાવીય જ્ઞાનનું ફળ ધ્યાન છે અને ધ્યાનનું ફળ તે અનુભવ જ્ઞાન કેવલજ્ઞાનાદિ ગુણની પ્રગટતા જાણવી. નિશ્ચયધર્મનું વર્ણન છે, તે નિશ્ચય ધર્મને આદર કરવાને માટે છે, પણ વ્યવહાર ધર્મના ખંડન માટે નથી.