________________
૧૯૪
સમાધિશતકમ આ સમાધિશતક ગ્રંથનું પુનઃ પુનઃ વાચન કરવું, મનન કરવું, આ ગ્રંથના મનન વેગે સહજ સમાધિભાવરૂપ સ્વભાવનો ઘટમાં પ્રાદુર્ભાવ થશે. "
શ્રી યશોવિજયજી ઉપાધ્યજીએ આ સંમધિશતક દોધકછંદમાં સંસ્કૃત સમાધિશતકમાંથી ઉદ્ધરી કહ્યું છે. એ સમા ધિશતકને ભાવાર્થ જે ભવ્ય પિતે હૃદયમાં ધારણ કરશે, અને બીજાને ધારણ કરાવશે, તે કલ્યાણની પરંપરા પામશે.
એક વાર વાંચવું, બે વાર વાંચવું, પુનઃ પુનઃ વારવાર સમાધિશતકનું વિવેચન વાંચવુ તેનું સ્મરણ કરવું અને તેનું નિદિધ્યાસન કરવું. પ્રમાદને ત્યાગી સ્વાત્મરણમાં આયુષ્ય વ્યતીત કરવું.
પુનઃ પુનઃ મનુષ્ય અવતાર મળ દુર્લભ છે
અનંતકાળથી આ જીવ ચોરાશી લાખ છવાયેનિમાં પરિભ્રમણ કરે છે. તેનું કારણ અજ્ઞાનદશા છે તે અજ્ઞાનદશાનું નિવારણ સમ્યગજ્ઞાનથી કરીને મેહનીય કર્મને નાશ કરવા ચારિત્રવસ્થાને આદર કરવો.
સમકિતદાયક ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે પ્રવતી આત્મધર્મનું સેવન કરવું.
શ્રુતજ્ઞાન તે અનુભવજ્ઞાન તથા કેવલજ્ઞાનને હેતુ છે, માટે ક્ષયે પશમભાવે પ્રાપ્ત થતા મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનથી અહંકાર કરે નહિ.
શબ્દજ્ઞાનનું ફળ આત્મધ્યાન અનેક પ્રકારના તત્ત્વગ્રંથને અભ્યાસ કર્યો હોય પણ આત્મધ્યાન તથા આત્મ