________________
૧૯૬
સમાધિશતકમ. વ્યવહાર ધર્મનું વિશેષથી પ્રતિપાદન છે, તે વ્યવહાર ધર્મનું વર્ણન કંઈ નિશ્ચય ધર્મના ખંડનના અર્થે નથી.
- વ્યવહારધર્મ તથા નિશ્ચયધર્મની મુખ્યતા તથા ગૌણતા. સાપેક્ષ બુદ્ધિથી પ્રત્યેક જીવના અધિકાર પ્રમાણે જાણવી. વ્યવહારધર્મ છે, તે નિશ્ચયધર્મનું કારણ છે. સાપેક્ષ બુદ્ધિથી સર્વ સત્ય છે.
માથા - कालो सहाव नियई, पुवकयं पुरिसकारणे च । समवाये सम्मतं, एगंते होइ मिच्छतं ॥ ॥१॥
પંચ કારણના સમવાયે કાર્યોત્પત્તિ માનતાં સમયકત્વ હોય છે અને એકેકને કારણે માનતાં મિથ્યાત્વ જાણવું.
સાત નથી પરિપૂર્ણ એવા અનેકાંત દર્શનમાં સાગરમાં જેમ સરિતાઓ ભળે છે, તેમ સર્વ દર્શન ભળે છે.
જે ભવ્ય સ્યાદ્વાર દર્શન આદર્યું તેણે સર્વ દર્શન આદર્યા તેણે સર્વ દર્શન આદર્યા, એમ સ્યાદ્વાદ દષ્ટિથી જાણવું.
વં શ્રી રતિઃ શાન્તિઃ શાન્તિ: | ॥ ॐ शंखेश्वरपार्श्वनाथाय नमः ॥