________________
સમાધિશતકમ
૧૮૫
તેના ઉત્તરમાં કહેવાનું કે, ત્યાં યોગથી બંધ છે. અને વેદનીય રૂ૫ અઘાતી કર્મને બંધ કંઈ હીસાબમાં નથી, તેથી કંઈ જન્મ, જરા મરણના ફેરા પ્રાપ્ત થતા નથી.
અશુદ્ધ પરિણતિથી આત્મા કર્મનું ગ્રહણ કરે છે, અને જ્યારે આત્મા શુદ્ધ પરિણતિનું સેવન કરે છે, ત્યારે તે કર્મ ગ્રહણ કરતું નથી.
ભેદ જ્ઞાનથી અન્તરાત્મા પોતાના શુદ્ધ સ્વરૂપ સન્મુખ થતાં કર્મને નાશ કરી આત્મા પરમાત્મારૂપ પ્રકાશે છે.
શુદ્ધ પરિણતિ અને અશુદ્ધ પરિણતિ પણ આત્માની છે. અશુદ્ધ પરિણતિને કર્તા તથા શુદ્ધ પરિણતિને કર્તા પણ આત્મા જ છે. પિતાના સ્વભાવમાં રમે તે શુદ્ધ પરિતિનો કર્તા આત્મા થાય છે આ આત્મા જ કર્મને કર્તા છે. આત્મા જ કર્મનાશ કરે છે.
હે ચેતન! જે તે પિતાના સ્વભાવમાં રમે તે ત્રણ જગતની લક્ષમી પણ દાસી સમાન થાય છે. હવે સર્વ પ્રકારની બાહ્ય આશા છોડીને પિતાના સ્વરૂપને પ્યાસી થા.
જે બાહ્ય વસ્તુની આશા ધારે છે, તે બાહ્ય વસ્તુ ક્ષણિક વિનાશી છે. તારું સ્વરૂપ અવિનાશી છે, માટે તું જ્ઞાનથી પિતાના સ્વરૂપનો અભ્યાસી થા.
. તે સંબંધી શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી પદ ગાય