________________
૧૮૪
સમાધિશતકમ્ આત્માના ગુણે તિભાવે વર્તે છે, તેથી આત્મગુણને ઘાત કર્યો એમ કહેવાય છે.
કર્મ શું જાણે કે હું આત્માને લાગું? તેના ઉત્તરમાં સમજવાનું કે કેમ તે અચેતન છે, તેથી તે કંઈ સમજી શકતું નથી. પણ લેચુંબક તથા સેયના દૃષ્ટાંત પ્રમાણે આત્માની અશુદ્ધ પરિણતિમાં કર્મ ખેંચવાની શક્તિ રહી છે.
પિતાની શક્તિથી અશુદ્ધ પરિણતિ કર્મણા દલિયાં ખેંચી આત્માની સાથે અષ્ટકર્મ રૂપે પરિણાવે છે. પુદ્ગલ રૂપ જે કર્મ તે પોતાની મેળે કંઇ લાગી શકતું નથી. અશુદ્ધ પરિણતિ તે જ્યારે નાશ થાય છે, ત્યારે કર્મનું ગ્રહણ થતું નથી. ઘાતી કર્મનું ગ્રહણ અશુદ્ધ પરિણતિના સદુભાવે છે. તેમાં ગુણઠાણે કેવલીને કર્મને બંધ થાય છે તે વેદનીય કર્મનો બંધ સમજ. પ્રથમ સમયે કર્મ બાંધે છે, બીજા સમયે કર્મ વેદે છે અને ત્રીજા સમયે કર્મ નિર્જરાવે છે. કેઈ કહેશે કે ત્યારે તેમાં ગુણઠાણે કમને બંધ થાય છે, તે ત્યાં વર્તતા એવા કેવલીને અશુદ્ધ પરિણતિ હોય કે કેમ?
તેના ઉત્તરમાં સમાધાન કે રાગ, દ્વેષ, અજ્ઞાન, પ્રમાદ, મહાદિકના સદ્ભાવે અશુદ્ધ પરિણતિ કહેવાય છે. તેમાં ગુણાણે વર્તતા એવા કેવલીએ ઘાતી કર્મનો ક્ષય કર્યો છે, તેથી અશુદ્ધ પરિણતિને તેમણે નાશ કર્યો છે.
તેરમાં ગુણઠાણે કર્મને બંધ શાથી થાય છે?