________________
૧૮૩
સમાધિશતકમ
ગુરુ–હે શિષ્ય ! એકાગ્રચિત્તથી શ્રવણ કર. કર્મ બે પ્રકારનું છે. ૧ દ્રવ્ય કર્મ અને ૨ ભાવકર્મ. તેમાં દ્રવ્યકર્મ અષ્ટકર્મ સ્વરૂપ છે, અને રાગદ્વેપ છે, તે ભાવકર્મ, દ્રવ્યકર્મના બંધમાં કારણ છે. ઠેષ છે, રાગ તે આત્માની અશુદ્ધ પરિણતિ છે. અનાદિકાળથી આત્મા રાગ, દ્વેષની અશુદ્ધ પરિણતિથી અશુદ્ધ બન્યા છે.
હવે મૂળ વિષય ઉપર આવીને કહેવાનું કે જેમ લોહચુંબકમાં એવી શક્તિ રહી છે કે, તે સેયને પિતાની ભણી આકર્ષે છે.
તેમ આત્માની અશુદ્ધ પરિણતિમાં સ્વભાવે જ એવી શક્તિ રહી છે કે, તે પુત્રભ સ્કંધને ખેંચી કર્મરૂપે પરિણમાવે છે. પુદ્ગલ કંધો પણ કર્મરૂપ પરિણમે છે.
વળી કહ્યું કે, પુદ્ગલ સકંધ છે તે અચેતન છે, તેથી તે કંઈ સમજતા નથી તે તે આત્મગુણને શી રીતે ઘાત કરી શકે.
તેના ઉત્તરમાં કહેવાનું કે, તાલપુટ વિષના પરમાણુ ઓ અચેતન છે, તેનામાં બીજાને ઘાત કરવો એવી સમજણ નથી, છતાં જે કઈ તાલપુટ વિષ ભક્ષણ કરે છે, તે તે તાલપુટ વિષની શક્તિથી તુરત પ્રાણ છોડી દે છે.
તેવી રીતે કર્મ પણ અચેતન છે, પણ તે જેને લાગે છે, તેના આત્માના ગુણનું આચ્છાદન કરે છે અને તેથી