________________
૧૮૨
સમાધિશતકમ
જીવને લાગેલા જે સ્કછે તે સચિત્ત સ્કંધ કહેવાય. છે અને જીવથી છૂટા જે સ્કંધો છે તે અચિત્ત સ્કંધ કહેવાય છે.
(૫) જીવદ્રવ્ય છે. ચારિત્રાદિ જીવના ગુણે જાણવા, કાકાશમાં વ્યાપીને છવદ્રવ્ય રહે છે. તે અરૂપી છે, સચેતન છે, સક્રિય છે, જીવદ્રવ્ય અનંતા છે. જીવના બે ભેદ છે. (૧) સંસારી અને (૨) સિદ્ધ જીવ જાણવા.
(૬) છડું કાલદ્રવ્ય છે, તે ઉપચારથી દ્રવ્ય જાણવું.
આ ષડુદ્રવ્યમાં અનંત ગુણપર્યાય રહે છે. તેનું વિસ્તારથી સ્વરૂપ જેવું હોય તે આગમસાર વિગેરે ગ્રંથ જેવા. અહિ તેને વિસ્તાર કર્યો નથી.
આ ષડૂતવ્યમાં આત્મદ્રવ્ય ઉપાદેય છે અને બાકીના દ્રવ્ય હોય, એટલે ત્યાગ કરવા યોગ છે.
તેમાં પણ ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાય એ ત્રણ દ્રવ્યથી આત્મગુણને ઘાત થતો નથી.. કર્મરૂપ જે પુદ્ગલદ્રવ્ય છે, તેનાથી આત્માના ગુણનો ઘ ત. થાય છે.
શિષ્ય પ્રશ્ન-કર્મ રૂપ જે પુદ્ગલ સધો છે, તે તે અચેતન છે, તે તે કંઈ સમજતા નથી, તો તે આત્મા ગુણેને ઘાત શી રીતે કરી શકે. વળી કમ શું જાણે કે હું આત્માને લાગું? માટે સમજાવો કે કર્મ શી રીતે આત્માને લાગે છે.