________________
સમાધિશતકમ
૧૮૧ અનેક પ્રકારનાં શાસ્ત્રને અભ્યાસ કર્યો હોય, પણ જ્યાં સુધી આત્મસ્વરૂપમાં નિષ્ઠા થઈ નથી, ત્યાં સુધી સર્વ શાસ્ત્રાભ્યાસ નિષ્ફળ જાણવો.
વાંજણી ગાયને ઘાસ ખવરાવવાથી જેમ દૂધને લાભ થતો નથી, તેમ જે પુરુષને આત્મસ્વરૂપની ચાહના ન હેય તેને અનેક પ્રકારને શાસ્ત્રને અભ્યાસ અનેક ભાષાનું જાણપણુ, તે સર્વ નિષ્ફળ જાણવું. પિતાના સ્વરૂપને -સાક્ષાત્કાર કરવા પ્રયત્ન કરે.
અચદ્રવ્યથી એટલે (૧) ધર્માસ્તિકા દ્રવ્ય અસંખ્ય પ્રદેશી કાકાશમાં વ્યાપી રહ્યું છે. તે અરૂપી છે, અચેતન છે, અકિય છે અને ચાલવામાં સાહાચ્ય આપવી તે તેનો ધર્મ છે.
(૨) અધર્માસ્તિકાય દ્રવ્ય છે. તે લોકાકાશ વ્યાપી અસંખ્ય પ્રદેશ છે, થિર રહેવામાં સહાચ્ય ગુણ કર્તા છે, અકિય, અરૂપી તથા અચેતન છે.
(3) આકાશાસ્તિકાય દ્રવ્ય છે તે લોકાલોક વ્યાપી છે. અને તે અનન્તપ્રદેશ છે, અરૂપી છે, અકિય છે, અચેતન છે. | (૪) પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય કાકાશ વ્યાપી છે. અને તેનામાં વર્ણ ગંધ, રસ, અને સ્પર્શ ગુણ રહેલા છે. તે રૂપી છે, અચેતન છે, સક્રિય છે, પુરણુ, ગલન, સડણ, વિધ્વંસણ સ્વભાવવાળું પુદ્ગલ દ્રવ્ય છે.
પુદ્ગલ પરમાણુઓ અનંત છે. પુદ્ગલ પરમાણુ ભેગા મળતાં સ્કંધ થાય છે. પુદ્ગલ સ્કંધના બે ભેદ છે. એક સચિત્ત પુદ્ગલ સ્કંધ અને બીજા અચિત્ત પુદ્ગલ સકંધ છે.