________________
૧૮૦
સમાધિશતકમ્ અંતરદષ્ટિથી જોતાં આભિકધર્મ જ ખરેખર મોટો ધર્મ જણાય છે. ચર્મચક્ષુથી ધર્મ માર્ગ જોતાં સકલ સંસારી જે ભૂલ્યા છે. શ્રી આનન્દઘનજી મહારાજ કહે છે કે– ચરમ નયણ કરી મારગ જેવતાં રે, ભૂ સયલ સંસાર જેણે નયણે મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર
પંથડે નિહાળ રે બીજા જિન તણે રે. સારાંશ કે અધ્યાત્મદશા એ પરમપથને ઉત્કૃષ્ટ માર્ગ છે. અન્યત્ર પણ કહ્યું છે કે
यावजीवं सदाकालं, नयेदध्यात्मचिन्तया । किंचिन्नावसरं दद्यात् , कामदीनां मनागपि ॥ २ ॥
સદાકાલ સર્વજીવન અધ્યાત્મ-ચિંતનથી ગાળવું. કામાદિ શત્રુઓને હૃદયમાં પ્રવેશ કરવાને જરા માત્ર પણ સમય આપવો નહિ. કામ ! તું દૂર થા, કેધ ! તું દૂર થા એમ બેલી કામ કેધને કાઢવા માટે જે પ્રયત્ન કરવો તે ખોટો છે, કારણ કે એમ બોલવા માત્રથી તે દૂર થતા નથી.
જ્યારે આત્મા આધ્યાત્મસ્વરૂપમાં રમણ કરે છે અને શુદ્ધ ઉપયોગથી આત્મધ્યાનમાં સ્થિરતા થાય છે, ત્યારે પિતાની મેળે જ કામ, ક્રોધ, લેભ, મેહ, મત્સર અને માયાદિ શત્રુઓ નાસી જાય છે.
અહિં દષ્ટાંત આપે છે કે, જેમ સૂર્યને ઉદય થતાં પિોતાની મેળે અંધકાર નાશ પામે છે, તેમ આત્મા અધ્યાત્મભાવમાં રમતાં, રાગદ્વેષાદિ શત્રુઓ નાસી જાય છે, માટે આધ્યાત્મચિંત્વન અવિચ્છિન્ન ધારાથી હૃદયમાં કરવું.