________________
સમાધિશતકમ
૧૭૯ ધારવું જોઈએ ગાભ્યાસમાં ગુરુગમ વિના પ્રવર્તવું નહી. શ્રી ચિદાન દઇએ કેગના અનુભવથી આ પદ રચ્યું છે. . એ પ્રમાણે હું શબ્દને, આત્મા પ્રથમ વિકલ્પ સમાધિભાવને પામી, અંતે નિર્વિકલ્પ સમાધિભાવની પ્રાપ્તિ કરે છે.
આત્માની ઉચ્ચ દશા પ્રાપ્ત કરાવી આપનાર વૈરાગ્ય તથા જ્ઞાન છે.
વૈરાગ્ય વિનાનું જ્ઞાન આત્માની પરમાત્મદશા પ્રગટાવી આપનાર નથી.
પ્રથમ સાધનદશામાં વૈરાગ્યથી ભેદજ્ઞાનની પુષ્ટિ થાય છે અને ભેદજ્ઞાનથી સ્વપરને ભેદ ભાસે છે. અને ભેદજ્ઞાનથી આત્મા સંવરભાવમાં રમી સિદ્ધપદ પામે છે.
मेदविज्ञानत: सिद्धा, सिद्धा ये किल केचन । तस्यैवाऽभावतो बद्धा-बद्धा ये किल केचन ॥१॥
વિવેચન—જે કઈ આત્માઓ સિદ્ધ થયા છે, તે ભેદ વિજ્ઞાનથી અને જે કંઈ જીવ સંસારમાં બંધાયા છે, તે ભેદ વિજ્ઞાનના અભાવથી જ જાણવા.
ભવ્ય જીવ ભેદજ્ઞાન પામી અલ્પકાળમાં સંસાર સમુદ્ર તરી જાય છે. ભવ્યજીવ સ્વરૂપાભિમુખ થઈ આધ્યાત્મચિંતન ભાવનામાં રમણ એ મોટામાં મોટો ધર્મ છે.