________________
૧૬૮
સમાધિશતકમ્ જે કંઈ ધર્મ કરવામાં આવે છે, તેને પરમાર્થ જાણ વામાં નહિ આવે તે કરેલી ધર્મની ક્રિયા ફલદાયક થતી નથી. તેમ કહ્યું છે કે
કથા પુરાણી બહ કરે રે, રામ રામ કીર જંપે પરમારથ પામે સો પુરા, નહીં વળે કંઈ ગ; શુરાની ગતિ શુરા જાણે રે, ત્યાં તે કાયર થરથર કંપે
તેમ એકલું શુષ્કજ્ઞાન પણ આત્મહિત કરી શકતું નથી. જ્ઞાન અને ક્રિયામાં મોટું અંતર છે. શ્રીયશવિજ્યજી ઉપાધ્યાય કહે છે કે
દોધક છંદ :
ખજુઆ સમી ક્રિયા કહી, નાણા ભાણ સમ જોય; કલિયુગ એહ પટંતરો, વિરલા બૂઝે કેય. ૯૧
વિવેચન-ખવોતના સમાન ક્રિયા છે અને તે જ્ઞાન તે સૂર્ય સમાન છે. કલિયુગમાં આટલું અંતર કઈ વીરલા જાણે છે.
જે જ્ઞાન વિના ફક્ત બાકિયામાં હઠ કરીને રાચ્યા માવ્યા રહે છે, તેને શ્રી ઉપાધ્યાયજી મ. ઉપાલંભ આપતા
નાણ રહિત પરિહરિ, અજ્ઞાન જ હઠ માતા રે; કપટકિયા યતિ ન હિયે, નિજમતિ માતા રે.
શ્રી જિન૧