________________
૧૬૬
સમાધિશતકમ કરતા અખંડ સુખને અનુભવ પામે છે. સંયમ માર્ગમાં મેરૂની પેઠે શૈર્ય ધારણ કરી વર્તે છે દોધક છંદ
કિયા યોગ અભ્યાસ હે, ફલ હે જ્ઞાન અબંધ દોનુકૂ જ્ઞાની ભજે, એક મતિ તે અંધ. ૯૧
યોગ અભ્યાસ રૂ૫ કિયા છે અને અબંધ એવું જ્ઞાન અને ક્રિયા એ બેમાંથી એકને ભજે. તે અજ્ઞાની છે.' જ્ઞાનવિચાખ્યાં ક્ષ જ્ઞાન અને ક્રિયા એ બેથી મેક્ષ છે. કહ્યું છે કે
परस्परं कोऽपि योगः, क्रियाज्ञानविशेषयोः । स्त्रीपुंसयोरिवानन्द, प्रसूते परमात्मजम् ।। १ ॥ भाग्यं पंगूपमं पुंसां, व्यवसायोऽन्धसन्निभः । यथासिद्धिस्तयोोंगे, तथा शानचरित्रयोः ॥ २ ॥
જ્ઞાન અને ક્રિયા બેથી ત્પતિ થાય છે. અહિં મોક્ષમાર્ગના અભિમુખ કરનારી તે કિયા જાણવી. ધર્મજ્ઞાન રૂપ કિયા જાણવી.
આર્તધ્યાન અને રોદ્રધ્યાન રૂપ કિયાને ત્યાગ કરવો. રાગદ્વેષથી રહિત થઈ, અંતરમાં ઉપયોગ રાખી જે કિયા કરે તે સફળ થાય છે. જ્ઞાનને મહીમા તે અનંત છે.
પ્રથમ જ્ઞાન અને પશ્ચાત કિયા જાણવી. જ્ઞાન વિના આત્મસ્વરૂપ અને કિયાસ્વરૂપ પણ જાણવામાં આવતું નથી, તે પછી અજ્ઞાની સમ્યક કિયા શી રીતે કરી શકે, અલબત્ત અજ્ઞાની સમ્યફ ક્રિયા કરી શકતું નથી.