________________
૧૬૨
સમાધિશતકમ જેમ વ્યાપારીને વ્યાપાર કરતા અનેક પ્રકારનું દુઃખ થાય છે. છતાં તેને સુખ કરીને માને છે, તેમ સુખ વાંછક મુનિરાજ પણ કિયા કષ્ટનું દુઃખ તેને સુખ કરીને માને છે.
ચારિત્ર માર્ગ પાળતાં, અનેક પ્રકારના પરીષહ ઉપજે તે પણ મુનિરાજ તે સમભાવે સહન કરે છે. પિતાના આત્માને રૂડી રીતે સ્વસ્વરૂપ ભાવનાથી ભાવે છે. સંસારની મોહજાળમાં ફસાતા નથી.
વળી મુનિરાજ જાણે છે કે આ દુનિયાદારી સ્વપ્ન સરખી મિથ્યા છે, તે તેમાં હું કેમ રાચું ? દુનિયાદારી કદી કેઈની થઈ નથી અને થશે પણ નહીં
સંસારની સર્વ બાજી છે તે બાજીગરની બાજી સમાન મિથ્યા છે, ફક્ત એક અલખ એ આમાં તે જ સત્ય છે અને તે આત્મસ્વરૂપ હું છું.
મારા આત્માના જ્ઞાનસ્વરૂપમાં મસ્ત છું મારે બીજા કેઈની યારી નથી, પરવા નથી. કોઈ બીજે મારું ભલું કરનાર નથી. પોતે હું જ મારું ભલુ કરનાર છું.
કર્મ જે શાતવેદનીય અથવા અશાતા વેદનીય રૂપફળ આપે તે, તે જ્યાં સુધી કર્મના સંબંધમાં છું ત્યાં સુધી ભેગવવું પડશે.
હવે કર્મની પણ મારે કઈ યારી નથી, કારણ કે કર્મ એ જડ છે, અને જડરૂપ કર્મને વેગે જ હું દુઃખી થાઊં છું, તે તેને સંગ્રહ હવે કેમ કરૂં? તેની મિત્રતામાં કશો સાર નથી.