________________
૧૬૦
સમાધિશતકમ, છું, હું સુલોચન છું, ઈત્યાદિ અભેદાધ્યવસાય માને છે. અને જડ અસુખને પણ સુખ સમજી, એ પ્રમાણે વર્તે છે.
પણ જે ભેદજ્ઞાની અન્તરાત્મા છે તે તે આરોપ એટલે શરીર, મન, વાણીમાં માનેલી જે આત્મબુદ્ધિ તેને ત્યાગ કરી આત્મામાં જ આત્મપણાને નિર્ધાર કરી, સ્વસ્વભાવમાં રમણતા કરી અને પરસ્વભાવને પરિહરી મોક્ષપદપામે છે.
मुक्त्वापरत्र परबुद्धिमहं धियं च, संसारदुःखजननी, जननाद्धिमुक्तः । ज्योतिर्मयं सुखमुपैति परात्मनिष्ठ
स्तन्मार्गमेतदधिगम्य समाधितन्त्रम् ॥१०६॥ વિવેચન—જેનાથી સંસાર દુઃખની ઉત્પતિ થાય એવી. પરમાં આત્મબુદ્ધિ અને અહંપણની બુદ્ધિ, તેને ત્યાગ. કરીને સંસારમાંથી વિશેષ પ્રકાર મુક્ત થએલ અને પરમાત્મસ્વરૂપને સંવેદક એ તિમય સુખને પામે છે. તેને જ માર્ગ આ સમાધિતંત્ર જાણનું તે છે.
બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્મા એ ત્રણ પ્રકારના આત્માનું આ ગ્રંથમાં પ્રતિપાદન કર્યું છે.
પરમાત્મફળ સાધ્ય છે. અંતરાત્મા સાધન છે. બહિ. રાત્મા ત્યાગ કરવા યોગ્ય છે. જે ભવ્ય આ ગ્રંથ જાણી સ્વસ્વરૂપનું ધ્યાન કરે છે તે પરમપદને પ્રાપ્ત કરે છે.