________________
સમાધિશતકમ
૧૫૯ ઉભા રહેવાથી શરીર ઉભું રહે છે, તે કેમ? એવી શંકા કરનારને આ શ્લોક દ્વારા પ્રત્યુત્તર આપે છે –
આત્મસંબધી પ્રયત્નથી શરીરમાં વાયુ પેદા થાય છે. વાયુના સ્થાન ભેદથી પાંચ ભેદ થાય છે.
(૧) હૃદયમાં પ્રાણ વાયુ છે. (૨) ગુદામાં અપાન વાયુ રહે છે. (૩) નાભિ મંડળમાં સમાન વાયુ વર્તે છે. (૪) કંઠ દેશમાં ઉદાન વાયુ રહે છે, અને (૫) સર્વ શરીરમાં વ્યાન વાયુ રહે છે.
આત્મ સંબંધી પ્રયત્ન રાગ અને દ્વેષથી પ્રવર્તિત છે. પૂર્વોક્ત પ્રકારના વાયુથી શરીરરૂપ જે યંત્ર તે પોતપિતાનાં કર્મ કરવા પ્રવર્તે છે.
શરીરને યંત્ર શામાટે કહ્યા તે જણાવે છે કે –
કાષ્ટનાં બનાવેલાં સિંહ વ્યાધ્રાદિ યંત્ર છે, તે પરપુરૂષની પ્રેરણાથી પિતાને સાધવાની અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે. તેમજ શરીર પણ કરે છે એટલે ઉભયમાં પરસ્પર -સમાનતા છે.
આવા જે શરીર યંત્ર તેમને આત્મામાં આરોપ તથા અનારોપ કરીને જડ પુરૂ તથા વિવેકી પુરૂષે શું કરે છે તે લેક દ્વારા જણાવે છે.
तान्यत्मनि समारोप्य, साक्षाण्यास्ते सुखं जडः । त्यक्त्वारोपं पुनविद्वान् , प्राप्नोति परमं पदम् ॥१०४॥
વિવેચન—બહિરાત્મા ઈન્દ્રિયો સહિત શરીરને આત્માને વિષે આપે છે, અને હું ગેરે છું, હું કાળે