________________
સમાધિશતકમ
૧૫૭ આ ભાવાર્થ તે પ્રસંગને અનુસરીને લખ્યો છે. હવે મૂળ વિષય ઉપર આવીએ.
સર્વાવસ્થામાં આત્મા નિત્યપણે વર્તે છે. કોઈ પણ અવસ્થામાં આત્માને નાશ થતું નથી.
આત્માની મુક્તિ અર્થે મહાકલેશ ઉઠાવવાની જરૂર નથી. ફક્ત જ્ઞાન ભાવના માત્રથી જ મુક્તિ થશે એવી શંકા. કરનારને કહે છે.
अदु खं भावितज्ञानं, क्षीयते दुःखसन्निधौ ।
तस्माद्यथाबलं, दुखैरात्मानं भावयेन्मुनिः ।।१०२।। દોધક છંદ
સુખ ભાવિત દુખ પાયકે, ક્ષય પાવે જગજ્ઞાન; ન રહે સૌ બહુતાપમે, કેમલ કુલ સમાન. ૦૬
વિવેચન-અદુઃખ એટલે કાયકષ્ટાદિ દુઃખ વિના જે ભાવિત એટલે એકાગ્રતાથી પુનઃ ચિત્તમાં ધારણ કરેલું જ્ઞાન તે ક્ષય પામે છે.
કયારે તે જ્ઞાન ક્ષય પામે છે, તે કહે છે કે, જ્યારે દુઃખ પ્રાપ્ત થાય છે ત્યારે. શરીરથી આત્મા ભિન્ન છે, એવું શાતવેદનીયન યોગે. ભાવિતજ્ઞાન દુઃખના વખતમાં ટકી શકતું નથી. દષ્ટાંત બહુ તાપમાં કેમલ પુષ્પ અવશ્ય કરમાઈ જાય છે, તેમ સુખ ભાવિતજ્ઞાન દુઃખ પડવાથી રહે નહીં. માટે પોતાની શક્તિને અનુસરી દુઃખ સહન કરતા જવું. અનેક પ્રકારનાં કષ્ટ તથા પરીષહ સહન કરવા.