________________
૧૫૬
સમાધિશતકમ્ હવે બીજી આત્માની ચાર પ્રકારની અવસ્થા છે, તે કહે છે. (૧) નિદ્રાવસ્થા, (૨) સ્વપ્નાવસ્થા, (૩) જાગ્રત અવસ્થા, (૪) ઉજાગર અવસ્થા.
ભવ્ય તથા અભવ્ય સંસારી જીવોને નિદ્રા તથા સ્વપ્ન એ બે અવસ્થા હોય, તેમ જ ભવ્યને ભવ્યત્વપણાને પરિપકવકાલ તેરમે ગુણ ઠાણે થાય, ત્યારે એ બે અવસ્થાને નાશ થાય છે, અને જાગ્રત અવસ્થાની પ્રાપ્તિ થાય છે, એમ આનંદઘન ચોવીશીમાં શ્રી મલ્લિનાથના સ્તવનમાં કહ્યું છે.
વળી ચાર અવસ્થા બીજી કહે છે. પ્રથમ બહુ શયન અવસ્થા, તે ઘોર નિદ્રા રૂપ જાણવી. બીજી શમન અવસ્થા, તે ચક્ષુ મીંચવા રૂપ જાણવી. ત્રીજી જાગ્રત અવસ્થા, તે જાગવા રૂપ જાણવી. ચોથી બહુ જાગરણ અવસ્થા જાણવી. એ ચાર અવસ્થામાં ગુણાઠાણાં દર્શાવે છે.
બહુ શયનદશા તે પ્રથમ બીજા અને ત્રીજા ગુણઠાણે જાણવી.
બીજી શયનદશા તે ચોથા પાંચમા અને છઠ્ઠા ગુણઠાણે જાણવી.
- ત્રીજી જાગરણ અવસ્થા તે સાતમા, આઠમા, નવમાં, દશમાં, અગીયારમા અને બારમા ગુણઠાણે જાણવી.
ચેથી બહુ જાગરણ અવસ્થા, તે તેરમા અને ચૌદમાં ગુણઠાણે જાણવી.
શ્રી પદ્મવિજયજી મહારાજ એ પ્રમાણે યથાર્થ કહે છે. વિશેષાર્થ તે બહુશ્રુત જીવે નયચકમથી જોઈ લે.