________________
સમાધિશતકમ
૧૫૫ રૂ
જ્ઞાની શ્વાસમાં કઠીન કર્મને ક્ષય કરે છે. અજ્ઞાનથી કેટિભવે તપશ્ચર્યાથી પણ કર્મને ક્ષય થઈ શકતું નથી.
જ્ઞાનની થતું સુખ જ્ઞાની જ જાણે છે. વાણીથી અગેચર જ્ઞાનીનું સુખ છે, માટે તેવા પ્રકારનું સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો.
स्वप्ने दृष्टे विनष्टेऽपि, न नाशोऽस्ति यथाऽडत्मनः ।
तथा जागरदृष्टेऽपि, विपर्यासो विशेषतः ॥ १०१ ।। દોધક છંદ
સુપન દષ્ટિ સુખ નાશ તે, ન્યૂ દુઃખ લહે ન લેક; જાગર દૃષ્ટિ સુખ વિનષ્ટમેં, ન્યૂ બુધÁ નહિ શોક. ૮૫
વિવેચન–સ્વપ્નાવસ્થામાં દષ્ટ જે શરીરાદિ તેને નાશ થતાં જેમ આત્માનો નાશ થતું નથી, તે પ્રમાણે જાગ્રત દષ્ટ જે શરીરાદિ તેને નાશ થતાં, આત્માને નાશ થતું નથી.
કેઇ એમ કહે કે સ્વપ્નદશામાં બ્રાતિને લીધે આત્મને પણ નાશ ભાસે એવી શંકા કરનારને ઉત્તમ કે તે વાત તો જાગ્રતને પણ સરખી છે. કેમકે જેને ભ્રાન્તિ નથી. તેને કોઈ પણ મનુષ્ય દેહના નાશથી, આત્માને નાશ થાય એમ માને જ નહિ. માટે ઉભયત્ર આત્માનો નાશ ઘટતું નથી. જાગ્રત અને સ્વપ્ન એ બે અવસ્થામાં પણ આત્મા અવિનાશી નિત્ય વર્તે છે.
વળી કહે છે કે સ્વપ્નમાં દેખેલા પદાર્થના સુખના નાશથી, લેક દુઃખ પામતું નથી, તેમ જાગ્રત અવસ્થામાં દેખેલા પદાર્થના નાશથી, જ્ઞાનીને શેક થતો નથી.