________________
સમાધિશતકમ્
લક્ષ્મી, ભેગ વિલાસનુ' મુખ થોડાકાળનુ છે, માટે તે ક્ષણીક છે. અને જ્ઞાનથી થતું સુખ તે સત્ય અને શાશ્વત છે, માટે તે જ આદેય-ગ્રહણ કરવા યોગ્ય જાણવુ
જ્યાં ઉપાધિ વળગતી નથી અને ઉપાધિને સંબંધ થતાં પણ તેથી સદા ન્યારા રહે છે, માટે જ્ઞાની નિરૂપાધિયેાગે સુખના ભેકતા બને છે.
સંસારમાં રાજા, શેઠ, રંક ભાગી, વિદ્વાન, કલાવાન; સર્વાં ઉપાધિરૂપ ગ્રહથી પકડાયાં છે, માટે તેઓ ખરેખર સુખી નથી. જેમ, વિષ્ટામાં ભૂંડ રાચે, તેમ જ્ઞાની બાહ્ય જગતની ઉપાધિમાં રાચતા નથી. જ્ઞાનીનિલે પપણે વર્તવાથી કમ રહિત થાય છે
૧૫૪
અજ્ઞાની જયાં જાય, જ્યાં વસે, ત્યાં સર્વત્ર ઉપાધિ વાળુ મન હેાવાથી. જરામાત્ર શાંતિ પામતા નથી. અને જ્ઞાની નલે પપણે વર્તવાથી સત્ર, સદા કલ્યાણ પામે છે.
ઇગ્લીશ, સંસ્કૃત, ફારથી વિગેરે સાત આઠ ભાષાના જાણપણાથી કઈ જ્ઞાનીપણું આવી જતું નથી. ફક્ત તેથી તા ભાષા પડિત કહેવાય છે.
જે અધ્યાત્મશાસ્ત્રના જાણુ હાય તથા તેના અનુ ભવી હાય તથા સ્વાદ્વાદપણે આત્મસત્તાને ધ્યાતા હોય તે જ જ્ઞાની જાણવા.
આત્મજ્ઞાનીને આસ્ત્રવના હેતુએ પણ સંવરરૂપે પરિણમે છે. જ્ઞાનીની ક્રિયા સફળ થાય છે.