________________
સમાધિશતકમ
૧૫૩
પંચભૂતકા ભ્રમ મિટાયા; છઠામાંહિ સમાયા, વિનયપ્રભુ સુરતિ મિલી જબ, ફિર સંસારન આયા. સાધુ૦૪
યોગવિષયક આ પદનો ભાવાર્થ યત્નથી સાધ્ય મેક્ષ વર્ણવે છે, અને સાધનાવસ્થાની ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થતાં અદ્ભુત આનંદ પ્રગટે છે, તેથી ત્યાં દુઃખનું લેશ પણ ભાન થતું નથી. દોધક છંદ
જ્ઞાનીકું દુઃખ કુછ નહીં, સહજ સિદ્ધ નિર્વાણ, સુખ પ્રકાશ અનુભવ ભયે, સબહી ઠૌર કલ્યાણ. ૮૪
વિવેચન–-જ્ઞાનીને કઈ પણ પ્રકારનું દુઃખ નથી. જેણે પડુ દ્રવ્ય, તેના ગુણપર્યાય તથા નયનિક્ષેપાનું જાણ પણું સારી રીતે કર્યું છે, તે જ્ઞાની જાણ.
જ્ઞાનીને સહેજે મેક્ષ સિદ્ધ છે. સુખનો પ્રકાશ કરનાર અનુભવ, ઘટમાં ઉત્પન્ન થતાં સર્વત્ર કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય છે અને સંપૂર્ણ કર્મને ક્ષય કરી સિદ્ધસ્થાનમાં આત્મા ગમન કરે છે.
' “જર્મક્ષાદ, નિર્વાળામધારતિ”
સંપૂર્ણ કર્મના ક્ષયથી, ઉર્ધ્વ–મેક્ષ સ્થાનને જીવ પામે છે. કર્મ રહિત જીવને સ્વભાવથી જ મોક્ષસ્થાનમાં ગમન કરવાને સ્વભાવ છે. તેમને કેઈની સ્પૃહા નથી. બાહ્ય ધન, બાહ્ય વસ્ત્રાદિક તથા બાહ્ય રાજ્યથી રહિત પણ તે સર્વ રાજાઓના પૂજ્ય છે. અને તેઓ જ સુખીમાં સુખી છે. '