________________
૧૫ર
સમાધિશતકમ આત્મા તે જ્ઞાન ગુણી છે, તે અરૂપી એ આત્મા તે રૂપી એવાં ચાર ભૂતનું કાર્ય નથી, માટે ચાર ભૂતથી આત્મા જુદો છે. અન્યથા એટલે જુદી રીતે યોગથી આત્મ સ્વરૂપ સ્વીકારવામાં આવે તો ચિત્તવૃત્તિ નિરોધરૂપે વેગથી નિવણ સહેજે પ્રાપ્ત થાય છે અને સ્વરૂપમાં રમતા એવા
ગીઓને છેદન ભેદન થતાં પણ દુઃખ થતું નથી કારણ કે આનંદ સ્વરૂપ પતનાં આત્માના જ્ઞાનથી છેદનાદિથી જે ઉત્પન્ન થતું દુઃખ જ્ઞાન તેને અભાવ છે, માટે સદા કાળ યેગી સુખ અનુભવે છે.
પાતંજલ યોગનાં અષ્ટ અંગ કહે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ; એ અંગે જાણવાં. સહજ સમાધિથી આત્મા પરમાત્મા રૂપ થાય છે.
શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય ગ દ્વારા આત્માનું સ્વરૂપ વર્ણવે છે.
પદ સાધુભાઈ સેહે જનક રાગી, જાકી સૂરત મૂલ ધૂન લાગી, સાધુ સો સાધુ અષ્ટકર્મ શું ઝગડે, સૂન્ય બાંધે ધર્મશાળા, સેહે શબ્દકા ધાગા સાથે, જપે અજ પમાળા. સાધુ૧ ગંગા જમના મધ્ય સરસ્વતિ, અધર વહે જલધારા, કરિય સ્નાન મગન હેય બેકે, તેડ્યા કર્મદલ ભારા. સાધુ ૨ આપ અત્યંતર તિ બીરાજે, બંકનાલ ગ્રહ મૂલા, પશ્ચિમ દિશાકી ખડકી ખોલે, તે બાજે અનહદ તુરા. સાધુ૩