________________
સમાધિશતકમ
૧૫૧ વળી જેમ ધૃવને તારો અચલ છે, તેમ મારું સ્વરૂપ પણ સત્તાથી જોતાં અચલ છે. ધ્રુવના તારાની પેઠે આત્મા દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ પ્રવ છે.
अयत्नसाध्यं निर्वाणं, चित्तत्वं भूतजं यदि । अन्यथा योगतस्तस्मान्न दुःख योगिनां क्वचित् ॥१००।।
વિવેચન-ચેતના લક્ષણ આત્મતત્વ જે ભૂતજ એટલે પૃથ્વી, જલ, વાયુ અને અગ્નિ એ ચાર તત્વના સમૂહથી ઉત્પન્ન થયું છે, એવું માનીએ તે નિર્વાણ જે મક્ષ તે યત્નથી સાધી શકાય નહિ.
કારણ કે ચાકમતમાં શરીર ત્યાગ પછી રહી શકે એવા આત્માને અભાવ છે. ચાર ભૂતથી ઉત્પન્ન થએલે આત્મા માનતાં શરીર નષ્ટ થતાં, આત્મા પણ નષ્ટ થઈ જાય, કારણ કે શરીરથી આત્મા ભિન્ન ચાર્વાકમતમાં નથી.
વળી સાંખ્યમતમાં ભૂતજ એટલે સહજ સિદ્ધ આત્મા નિર્લેપ છે. સાંખ્યતમાં કહ્યું છે કે, “પ્રકૃતિઃ #ર્થી પુરતુ પુરવસ્ત્રારાવ7 નિસ્તેર” પ્રકૃતિ કરે છે. પુરૂષ તે કમળના પત્ર સમાન નિલેપ છે.
તે માતાનુસારે આત્મા પ્રથમથી જ શુદ્ધ અને મુક્ત માનવામાં આવે તે, નિર્વાણ યત્નથી સિદ્ધ થતું નથી. - ચાર્વાકમતવાળા ભૂતથી આત્માની ઉત્પતિ માને છે, પણ તે અસત્ય છે. ભૂત તે જડ છે, અને જડથી ચૈતન્ય વસ્તુની ઉત્પતિ નથી મૃતક શરીરમાં ચારભૂત દેખવામાં આવે છે, પણ ત્યાં આત્મા નથી.