________________
સમાધિશતકમ
૧૪૭ લાવી ઘરમાં મૂકે, અને એક ગોળીથી ઘરનું મુખ ઢાંકે. સત્તરમા દિવસે ચટકાથી તે ઘરનું મુખ ખેલનાં તે ઇલીકા ભમરી થઈ ઉડી જાય છે.
તેમ આત્માનું પણ પોતાના નિજસ્વરૂપમાં પરિણમવું તે પિતાના ઘરમાં રહેવું, અને તે ઘરમાં જ આત્મા તે પરમાત્મા રૂપ બને છે અને જેમ ઘરમાંથી પેલી ભમરી ઉડી જાય છે, તેમ આત્મા પણ અષ્ટકર્મનો ક્ષય કરી, ચૌદ રાજલોકનાં અંતે એક સમયે સમશ્રેણીથી જાય અને ત્યાં સાદિઅનંતિ સ્થિતિના ભાગે વસે છે.
ભવ્ય જીવોએ, આત્મરૂપ છે તે જ પિતાનું છે, એમ હદયમાં નિશ્ચય કરે અને પિતાના આત્માની સાથે પ્રીતિ કરવી.
આત્મામાં પ્રીતિ થતાં. અન્યત્ર થતી પ્રીતિ નાશ પામે છે. આત્માની પ્રીતિ થયા વિના, પરથી–પુદ્ગલભાવથી પ્રીતિ છુટતી નથી. આ
શ્રી આનંદઘનજી મહારાજ આત્મરૂપ પ્રભુની સાથે પ્રિીતિના એકતાનમાં આવી કહે છે કે
પદ મત કે પ્રેમ કે ફંદ પડે, પરત સે નીકસત નહી. મત. ૧ જલ બીચ મીન કમલ જલ જેસે, બિરહે ઈ મરે, મત૨ બ્દકે કારણ પવઈયા પુકારત, દીપક પતંગ જશે. મત૩ આનંદઘન પ્યારે આય મિલે, તુમ બિરહકી પીર રે. મત. ૪