________________
૧૪૬
સમાધિશતકમ હવે અનુભવની ખુમારીને સ્વાદ ચાખી આત્મા પિતાના ગુણ પર્યાયના ધ્યાનમાં એક સ્થિર ઉપગથી વર્તી અને એમ સ્વગુણમાં રમણતા કરતે લપકે શ્રેણી આરોહી શુકલધ્યાનને દ્વિતીય પાયે ચિંતવતાં, ઘટમાં કેવલજ્ઞાનાદિ રત્નત્રયી પ્રગટ કરે.
સમભિરૂઢનયની અપેક્ષાએ ઘાતીયાં કર્મ ખપાવી સિદ્ધ, થાય અને અંતે એવં ભૂતનયની અપેક્ષાએ અષ્ટકમને સંપૂર્ણ ક્ષય કરી સિદ્ધિશિલાની ઉપર એક ભજન અને તે એક એજનના વીસ ભાગ કરીને તેમાં ત્રેવીસ ભાગ નીચે મૂકીએ અને ચોવીસમા ભાગમાં અવગાહના ગ્રહ થાય, પરમાત્મા થાય.
આત્માને શુદ્ધ પર્યાય તે જ સિદ્ધાવસ્થા જાણવી. જેમ વૃક્ષ પિતે પિતાની સાથે ઘસતાં વૃક્ષમાં અગ્નિ પ્રગટે છે; અને પોતે અગ્નિ થઈ જાય છે, તેમ આત્મા પણ અત્માનું ધ્યાન કરતાં પરમાત્મારૂપ થઈ જાય છે
શ્રી આનંદઘનજી મહારાજ પણ કહે છે કેજિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હવે, ભંગી ઈલીકને ચટકાવે તે, ભંગી જગ જેવે રે ષટ. ૭
જે ભવ્ય તદાકાવૃત્તિએ પરમાત્માનું ધ્યાન કરે છે, તે પ્રાણ નિશ્ચયથી જ્ઞાનાદિગુણયુક્ત પરમાત્મારૂપ થાય છે.
જેમ મદની ઉન્મત્તતાથી ભમરી કામી અથવા પીળી ભીંજેલી માટીમાં લાવી મૂકી, પોતે તેની ગોળી વાળીને, એકેક ગાળી લાવી ઘર બાંધી, તેમાં ઇલિકાને ચટકે દઈ