________________
સમાધિશતકમ
૧૪૫ શ્રી સદ્ગુરુ મહારાજની સંગતિથી, આવા પ્રકારને આત્માનંદ પ્રગટે છે. હવે મૂળ વિષય ઉપર આવીએ.
આ મધ્યાન કરતાં સૂર્ય સમાન અનુભવ પ્રગટે છે, તેથી જ સહજાનંદ પ્રગટે છે, માટે સર્વ શાસ્ત્રાનુસાર એવા અનુભવ જ્ઞાન માટે ધ્યાન કરવું. આત્મામાં રમણ કરતાં ધ્યાન ધારાથી સહેજે અનુભવ પ્રગટે છે. અનુભવનું સ્વરૂપ વર્ણવે છે કે
-
પદ
ચેતન અનુભવ રંગ રમીજે; આગમ દોહન અનુભવ અમૃત, યોગી અનુભવ રિઝ ચે. ૧ અનુભવ સુરતરૂ વેલી સરખે, અનુભવ કેવલ ભાઈ; અનુભવ શાશ્વત સુખ સહોદર, ધ્યાન તનુજ સુખદાયી. ચે૨ અનુપમ અનુભવ વર્ણન કરવા, કેણ સમર્થ કહાવે; વચન અગોચર સહજ સ્વરૂપ, અનુભવ કેઈક પાવે. ૨૦ ૩ અનુભવ હેતુ ત૫ જપ કિરિયા, અનુભવનાત ન જાતિ, નયનિક્ષેપથી તે ન્યારે, કર્મ હણે ઘનઘાતી ચે. ૪ વિરલા અનુભવ રસ આસ્વાન, આતમ ધ્યાને ગી; આતમ અનુભવ વિણ જગલે કે, થાવે નહિ સુખ ભેગી. ૨૦૫ અનુભવને આતમ દર્શન, પાતી લહત ખુમારી, બુદ્ધિસાગર સાચી વહાલી, અનુભવમિત્તલું યારી. ૨૦ ૬ ' એ પ્રમાણે અનુભવ જ્ઞાન યોગે, આત્મદર્શન પ્રગટતાં અનહદ આનંદની ખુમારી પ્રગટે છે.