________________
સમાધિશતકમ્
આલ્યાવસ્થામાં રમત ગમતમાં જે આનંદ મળે છે, તે પણ આત્માનાં આન'દની આગળ કઈ હિસાબમાં નથી. વળી એવા પ્રકારને આનંદ તે અજ્ઞાન ભક્તિથી પણ મળતા નથી. વળી આત્માનુભવથી પ્રગટેલા આનંદની આગળ સ્વયંભૂરમણ સમુદ્ર પણ એક બિંદુ સમાન છે.
આ પ્રકારના આનંદનું સ્વરૂપ પદ દ્વારા કહે છે.
૧૪૪
૫૬
આનંદ કયાં વેચાય ચતુર નર, આનંદ કયાં વેચાય એ દેશી. આનંદની નહિં હાટડી રે, આનંદ વાટ ન ઘાટ; આનંદ અથડાતા નહિ રે, આનંદ પાટ ન ખાટ. ચતુર૦ ૧ ક્ષક્ષિક વિષયાનંદમાં રે, રાચ્યા મૂરખ લેક; જડમાં આન'દ કલ્પીને રે, જન્મ ગુમાવે ફોક. ચતુર૦ ૨ બાલપણે અજ્ઞાનથીરે, રમવામાં આનંદ; ક્ષણિક આનંદ તે સહિ રે, રાચે ત્યાં મતિમંદ. ચતુર૦ ૩ અજ્ઞાને જે ભક્તિમાં રે, માન્યા મન આનંદ; આનંદ સાચા તે નહિ રે, મૂર્ખ મિતના ક્દ ચતુર૦ ૪ ભેદજ્ઞાન હૃષ્ટિ જગે રે, જાણે આતમ રૂપ; આતમમાં આનંદ છે રે, ટાળે ભવભયધૂપ. ચતુર પ જ્ઞાની જ્ઞાનકી લહે રે, શાશ્વત સત્યાન; ચેગી આત્મસમાધિમાં રે, પાવે આનંદ કદ. ચતુર ૬ આન' અનુભવ યાગથી રે, પ્રગટે ઘટમાં ભાઈ, સદ્ગુરુ સંગત આપશે રે, જ્ઞાનાનંદ વધાઇ. ચતુર૦ ૭ સદ્ગુરુ હાટે પામશેા રે, આનંદ અમૃતમેવ; બુદ્ધિસાગર કીજીએ રે, પ્રેમે સાચી સેવ, ચતુર૦ ૮