________________
૧૪૨
સમાધિશતકમ્ भिन्नात्मानमुपास्यात्मा, परो भवति तादृशः । वर्तिी ययोपास्य, भिन्ना भवति तादृशी ॥१७॥ સેવત પર પરમાતમાં, લહે ભવિક તસ રૂપ; બતિયાં સેવત જાતિકું, હોવત જયોતિ સ્વરૂપ. ૮૧
વિવેચન-ભિનાત્મ એટલે પિતાના આત્માથી ભિન્ન એવા અરિહંત, સિદ્ધ રૂપ આત્માની ઉપાસના કરવાથી, આરાધક પુરૂષ પણ પરમાત્મા થાય છે. તે ઉપર દષ્ટાંત બતાવે છે. જેમ દીપથી ભિન્ન એવી જેવાટ, તે દીપની જતિને સેવી, પોતે પણ તિરૂપ બને છે, તેમ અત્રે સમજવું. હવે પોતાનાથી અભિન્ન એવા આત્માની ઉપાસનાનું ફળ બતાવે છે
उपास्यात्मायमेवात्मा, जायते परमोऽथवा । मथित्वाऽऽत्मानमात्मैव, जायतेजग्रिर्यथा तरुम् ॥२८॥ આપ આપમેં સ્થિત હુએ, તરુ અગનિ ઉદ્યોત; સેવત આપહિ આપકું, ત્યું પરમાતમ હોત. ૮૨
આત્મા પોતે ચિદાનંદ વરૂપ એવા પોતાને ઉપાસી પરમાત્મરૂપ બને છે, માટે આભાએ પોતાના સ્વરૂપનું ધ્યાન કરવું સ્વસત્તા સિદ્ધાત્મ સમાન જાણે તેમાં રમણતા કરવી.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પરદ્રવ્યનું સ્વરૂપ જાણ તેનાથી ઉપયોગ સંહરી, પિતાના સ્વદ્રવ્યાદિક ચતુછય વડે, પિતાના સ્વરૂપમાં ઉપગ જોડે.
આત્માના પ્રતિ પ્રદેશ અનંતા ગુણ તથા અનંતા પર્યાય છે, તેનું સ્થિર ઉપયોગે ધ્યાન ધરવું.