________________
સમાધિશતકમ
૧૪૧ તે પુરુષ અન્તરથી જોતાં સ્વતંત્રપણે વર્તે છે. રાગરાગદ્વેષ પરંપરિણતિના આધીન તે થતો નથી. અને સ્વપરિ કૃતિમાં રમવાથી પિતાની રિદ્ધિને પોતે ભોકતા થયા અને ટકારક પિતાના આત્મામાં સઘળાં પરિણમ્યાં, જ્યારે ત્રણ જગતમાં તે આત્મા પૂજ્યતાને પામ્યો. આઠ કર્મ રૂપ પિંજરથી આત્મા છૂટો થાય છે, અને અખંડ સુખ ભોગવે. છે, તેથી ભવ્ય એ આત્મામાં જ રુચિ ધારણ કરવી. જોઈએ.
પિતાની રિદ્ધિ પોતાની પાસે છે. બહિરાત્મબુદ્ધિથી કયાં આડા અવળાં ભટકે છો, અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ પણ ઘટમાં છે. તે સંબંધી શ્રી ઉપાધ્યાયજી કહે છે કેધર્મ સિદ્ધિ નવનિધિ હૈ ઘટમેં, કહા ઢંઢતજઈ કાશી હે, જશ કહે શાંત સુધારસ ચાખ્યો, પૂરણ બ્રહ્મ અભ્યાસી હ. ૬
यत्रैवाऽऽहितधी पुंस, श्रद्धा, तस्मान्निवर्तते । । यस्मान्निवतते श्रद्धा, कुतश्चित्तस्य तल्लयः ॥१६॥
વિવેચન–જે વિષયમાં મનુષ્યની બુદ્ધિ ન ચૅટે તે વિષયમાં તેની શ્રદ્ધા થતી નથી, એટલે તેથી બુદ્ધિ પાછી. કરે છે એમ જ્યારે થાય ત્યારે તે વિષયમાં ચિત્તને લય શી રીતે થાય ? અર્થાત્ થાય નહિ. પરસ્વભાવમાં આત્માની તેવા પ્રકારની બુદ્ધિ થતાં તેમાં ચિત્ત લાગતું નથી. જ્યાં ચિત્તને લય થાય છે, એવું જે ધ્યેય તે ભિન્ન હોય, અથવા અભિન્ન એવા ધ્યેયનું ધ્યાન કરવાથી થતા ફળને બતાવે છે