________________
સમાધિશતકમ
૧૩૯ વિવેચન-બહિરાત્મા સંપૂર્ણ શાસ્ત્રને જાણનાર છતાં, અને જાગતે છતો, પણ કર્મથી છુટતો નથી. અને ભેદજ્ઞાની અનુભવી અન્તરાત્મા ખુબ દઢ અભ્યાસને લીધે નિદ્રા લેતે હાય તથા વિકાલ હેય, તે પણ સંસારમાંથી છૂટે છે. અર્થાત્ કર્મ રહિત થાય છે. દેધક છંદ
પઢી પાર કહે પાવનો, મિટે ન મનકે ચાર,
ર્યું કૌલુકે નૈલુ, ઘરકી કેસ હજાર. ૬૯ વિવેચન-મનના વિલ્પ ટાળ્યા નહિ તો ભણીને પાર શી રીતે પામી શકાય. ભણવાને સાર એ છે કે, મનના વિકલ્પ સંકલ્પ ટળી જાય અને મન આત્માભિમુખ થાય.
જે મન આત્માભિમુખ ન થયું, તે ભણવું, ગણવું સર્વ વ્યર્થ છે.
જેમ કેલને બળદ આખો દિવસ ફર્યા કરે અને મનમાં જાણે કે હું હજારે ગાઉ ચાલે પણ તે ઘેરને ઘેર હોય છે તેવી જ રીતે મન જેનું વશ થયું નથી તેનું પઠન પાઠન સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે, પણ તેથી સંસારાન્ત થતું નથી.
વાદવિવાદના શાસ્ત્રક અધ્યયન કરવાથી તેમજ બાહ્ય તપ, જપ, ભક્તિની કેવલ વાતે કરવાથી–ચર્ચા કરવાથી , પણ સંસાર પાર પામતે નથી.
શ્રી જ્ઞાનસારમાં કહ્યું છે કે