________________
૧૩૮
સમાધિશતકમ
આત્મદશી અન્તરાત્મા તે અક્ષીણ દોષવાળા બહિરાત્માની અવસ્થા માત્ર તેને વિશ્વમ રૂપ જ માને છે.
આ લેકને અર્થ જુદી રીતે કરતા એ પણ થાય કે, આત્મદશિઓને સુત્પાદિ અવસ્થા પણ વિશ્વમ રૂપ નથી, કારણકે આત્મધ્યાન રમણતાના અત્યન્ત અભ્યાસથી તેઓને વિપર્યાસ થતો નથી. એવા આત્મદશીઓને આત્મજ્ઞાનની વિકલતાનો અસંભવ છે. આત્મદશી અન્તરાત્માને સુપ્તાદિ અવસ્થામાં પણ વિશ્વમ નથી તે જાગ્રત અવસ્થામાં કયાંથી, હોય? અલબત્ત હોય નહિ.
પરંતુ જેમના દેષ ક્ષીણ થયા નથી, એવા દેહાદિ અવસ્થાને પણ આત્મા માને છે, તેમને અનેક વિભ્રમને સંભવ છે. આત્મદર્શને જરાપણ વિભ્રમનો સંભવ નથી. આત્મદશની નિદ્રાવસ્થાની બબર પણ બહિરાત્માની જાગ્રત અવસ્થા નથી. અહો ! બનેની દશામાં કેટલે ફેરફાર વતે છે.
હવે બાલ્ય, યૌવન, વૃદ્ધાવસ્થાદિને આત્મબુદ્ધિથી દેખનાર મનુષ્ય પણ સંપૂર્ણ શાસ્ત્રના જાણપણાથી નિદ્રા રહિત થતાં. મુક્ત થશે જ એમ કહેનાર કહે છે.
विदिताशेषशास्त्रोऽपि, न जाग्रदपि मुच्यते ।
देहात्मदृष्टिमा॑तात्मा, सुप्नोन्मत्तोऽपि मुच्यते ।।९४ । દેધક છંદ
છુટે નહિ બહિરાતમા, જાગત ભી પઢિ ગ્રંથ; છુટે ભવમેં અનુભવી, સુપન વિકલ નિરંથ. ૭૮