________________
૧૩૬
સમાધિશતકમ્ તે કહે છે કે મેહથી મુંઝાયા છે, તેથી મહી જેની એવા પ્રકારની સ્થિતિ છે. મેહનીય કર્મ બે પ્રકારનું છે એક દર્શન મેહનીય કર્મ, બીજું ચારિત્ર મોહનીય કર્મ
પ્રથમ દર્શન મેહનયના ત્રણ ભેદ છે, ૧. સમક્તિ મોહનીય. ૨. મિશ્ર મેહનીય. ૩. મિથ્યાત્વ મોહનીય. એ ત્રણ પ્રકારની મેહનીય કર્મની પ્રકૃતિના ક્ષયથી દર્શન ગુણ પ્રગટે છે.
બીજું ચારિત્રમેહનીય કર્મને ક્ષયથી ચારિત્ર ગુણ પ્રગટે છે. દર્શન મેહનીયના ઉદયવાળાં છે તે સત્ય આત્મસ્વરૂપ ઓળખી શકતા નથી અને ઉલટા વિપરીત દષ્ટિથી કર્મબંધન કરી સંસારમાં પરિભ્રમણ કરે છે.
અનંતર: સંઘરે, દઈ ઘોઘાર | संयोगाद् दृष्टिमङ्गेऽपि, सन्धत्ते, तद्वदात्मनः ।।९।।
અર્થ-તફાવતને નહિ જાણનાર પુરૂષ, જેમ સંગને પાંગળાની દષ્ટિ આંધળાને આપે છે, તેમ જ અજ્ઞ આત્માની દષ્ટિ દેહમાં આપે છે.
વિવેચન–અંધ પુરુષના ખભે પાંગળો બેઠો હોય, તેમાં આંધળે ચાલે અને પાંગળો માર્ગ બતાવે, બન્નેને ચાલતાં દેખીને તેમનો ભેદ ન સમજનાર એમ વિચારે કે પાંગળાની દૃષ્ટિ તે આંધળાની છે. એમ માની પંગુદષ્ટિનો અંધમાં આરોપ કરે, તેવી જ દેહ અને આત્માના સંગને લીધે અજ્ઞાની જીવ આત્માના ધર્મને દેહમાં આરોપીને ભ્રમ પામે છે. આવી ભૂલથી શરીરથી આત્મધર્મ ભિન્ન છે, એવું