________________
૧૩૦
સમાધિશતકમ શુભાસ્રવ અને અશુભાસ્ત્રવ એ બનેથી આત્મતત્વ. ન્યારૂં છે. આત્મા જ પોતાના સ્વરૂપમાં ધ્યાન વડે સ્થિર થઈ અને પ્રકારના આસવને છેદ કરે છે. આસવને છેદ કરનારી આત્મસ્વભાવની શક્તિ જાણવી. વસ્તુતઃ કર્તાને ખરે વિશેષ આશય તેઓ જાણી શકે.
यदन्त ल्पसम्पृक्तत्प्रेक्षाजालमात्मनः । मूलं दुःखस्य तन्नाशे, शिष्टमिष्टं परं पदम् ।।८।।
ભાવાર્થ–જે ઉપેક્ષા જાળ એટલે ચિંતાની જાળી, કેવી છે તે કહે છે કે અન્ત વચન વ્યાપાર યુક્ત તે જ દુઃખનું મૂળ છે, માટે એવી અન્તમાં વિકલ્પ સંક૯પ રૂપ થતી ચિંતા જાળ તેને નાશ થતાં, અભિલષિત એવું પરમપદ જે મેલ તે જ બાકી રહે છે, અને આત્માને શુદ્ધ અનુભવ થાય છે.
વૈખરી વાણીથી બોલવામાં ન આવે તેથી જાણીએ કે આપણે કર્મ બાંધતાં નથી, પણ તેમ માનવું ભૂલભરેલું છે. મનમાં અનેક વિચારનાં કેકડાં વણવા તે પણ કર્મ વૃદ્ધિ કરાવે છે. સંકલ્પ વિકલ્પ એ કર્મ બંધ છે.
પ્રસન્નચંદ્રરાજષિએ જ્યારે મનમાં ચિંતાજાળ રચી, ત્યારે સાતમી નરકનાં દલિક ઉપાર્જન કર્યા અને જ્યારે અન્તમાંથી ચિંતા જાળથી રહિત થયા, અને પિતાના સ્વરૂપમાં રમણ કરવા લાગ્યા, નિર્વિકલ્પપણે આત્મધ્યાનમાં સ્થિર થયા. આ પ્રમાણે અજાળને સ્વસ્વરૂપના ધ્યાનથી નાશ કરે.