________________
સમાધિશતકમ્
૧૨૯
વિવેચન—જેમ અગ્નિ તૃણને ખાળીને પોતે સમાઈ જાય છે. તેમ વ્રત પણ અવ્રતને છેદી, તે વ્રતપણે વિલય ભાવને પામે છે.
અગ્નિ વિના તૃણ ખળતું નથી, તેમ વ્રત અ ંગીકાર કર્યા વિના અવ્રત પણ ટળતાં નથી. પણ વ્રતમાં અવ્રતને છેદવાની ક્રિયાશક્તિ નથી. બાહ્ય અને અભ્યંતર એ પ્રકારનાં અત્રતને છેદવાની શક્તિ તેા નિશ્ચય નયથી જોતાં આત્માનાં સ્વભાવમાં રહી છે.
તાત્પર્યા કે જ્યારે આત્મા ક્ષયાપશમ
ભાવના યેાગે જ્ઞાન પામી તથા મેાહનીય કર્મોના ઉપશમ અથવા ક્ષયાપશમ ભાવ પામી ધ્યાન વડે પેાતાના સ્વરૂપમાં તન્મય થઈ જાય છે, ત્યારે પાપાસ્રવરૂપ અવ્રતને પરિહાર કરે છે. પેાતાના સ્વરૂપમાં જ રમતાં પેાતાની મેળે પાપરૂપ અત્રત દૂર થાય છે, અને પાપના હેતુઓનું પણ કઇ ચાલતું નથી.
પુણ્ય રૂપ જે વ્રત તેથી કંઇ આત્માની સાથે લાગેલાં પાપનાં દળીયાં દૂર થતાં નથી.
આત્માના પ્રદેશની સાથે લાગેલાં પાપનાં દળીયાં દૂર કરવાની શક્તિ તે નિશ્ચયનયથી જોતાં આત્મસ્વભાવ રમતામાં રહી છે. વ્રત રૂપ વ્યવહારથી પાપના હેતુએ દૂર થાય છે અને તેથી શુભ પરિણામ ચાગે પુણ્ય બંધ થાય છે તે પુણ્યનાં ચેાગે સ્વર્ગનાં સુખની પ્રાપ્તિ થાય છે અને પરપરાએ મેક્ષનું કારણ થાય છે,