________________
૧૨૮
સમાધિશતકન अवतानि परित्यज्य, व्रतेषु परिनिष्ठितः ।
त्यजेत्तान्यपि संप्राप्य, परमंपदमात्मनः ॥८४|| દોધક છંદ :
પરમભાવ પ્રાપતિ લગે, વ્રત ધરિ અત્રત છોડી, પરમભાવરતિ પાયકે, વ્રતથી ઈનિમેં જોડી. ૬૮
વિવેચન-અવત જે હિંસાદિક તેને પ્રથમથી જ તજવા અને વ્રતને અંગીકાર કરવાં. અને પછી પરમ વિતરાગતા રૂપ પદ પમાય, ત્યારે તેને પણ તજવાં.
પરમ ભાવની પ્રાપ્તિ પર્યત વ્રતને ધારણ કરવા પરમ ભાવની પ્રાપ્તિ થઈ નથી અને જે વ્રતને છેડે છે, તે દુઃખી થાય છે અને તત્ત્વ ફળ પામતે નથી.
વ્રતથી પાપને રોધ થાય છે. વ્રત એ મેક્ષમાર્ગની નસરણ છે. વતથી આત્મા સારી સ્થિતિ પામે છે, માટે ભવ્ય જીએ વ્રતને આદર કરે.
કેટલાક શુષ્કજ્ઞાની બ્રહ્મની કેવળ વાત કરે છે. અને અવતમાં સદાકાળ પ્રવૃત્તિ કરે છે. તેઓ મોક્ષમાર્ગે સન્મુખ થઈ શકતા નથી. કારણ કે વસ્તુને જાણીને તદર્થે ઉધમ કરવું જોઈએ, એમ, ઉત્તમ પુરુષનું વચન છે.
અવતને ત્યાગ, વ્રતને આદર કર્યા સિવાય થતું નથી. માટે વ્રતને આદર કરે, અને અંતે પરમ પદ પ્રાપ્ત થતાં તેને પણ ત્યાગ કરે. દોધક છંદ
દહન સમે ક્યું તૃણ દહી, હું વ્રત અવત છેદ ક્રિયાશકિત ઇનમેં નહી, જાગતિ નિશ્ચય ભેદ. ૬