________________
સમાધિશતકમ
૧૨૭ આત્માના ધર્મની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ થાય છે. અને સંસારમાં ચેન પડતું નથી. કેરને ચંદ્રની સાથે જેમ પ્રેમ છે, તેમ જ્ઞાનીને આત્મા ઉપર જ પ્રેમ વૃદ્ધિ પામે છે.
આત્મા તેજ સાધ્ય છે. આત્મા જ મુક્તિ પામે છે. આત્મધ્યાનમાં જ એક તાન લાગે છે. અને તેથી આત્મ સહજસિદ્ધ સ્વરુપ પ્રગટ કરે છે.
अपुण्यमवतैः पुण्यं, व्रतैक्षिस्तयोर्व्ययः ।
अवतानीव मोक्षार्थी, व्रतान्यपि ततस्त्यजेत् ॥८३॥ દોધક છંદઃ
પુણ્ય પાપ ગ્રત અવ્રત, મુગતિ દેઉકે ત્યાગ, અવતપરે વ્રતની તર્જ, તાતે ધારિ શિવરાગ. ૬૭
અર્થ—અવતથી પાપ, અને વતથી પુણ્ય, અને મેક્ષ તે બેને વ્યય. માટે મોક્ષાથીએ અવ્રતની પેઠે વ્રતને તજવાં. | વિવેચન-અપુણ્ય એટલે પાપ તે અવ્રત એટલે, હિંસા દિકથી વિરામ ભાવ તેથી પુણ્ય થાય છે. અને મોક્ષ તો અને વ્યય થાય ત્યારે જ થાય છે.
- પાપ તે લોઢાની બેડી છે. અને પુણ્ય તે સુવર્ણની બેડી છે. પુણ્ય તે છાંયા સમાન છે, અને પાપ તે તડકા સમાન છે. "
પુણ્ય પાપના ક્ષયથી મુક્તિ થાય છે, માટે મોક્ષાથી એ વ્રતની પેઠે અવત પણ તજવાં.
કયારે અને કયા પ્રકારે તજવાં? તેનો કમ બતાવે છે.