________________
૧૫
समाधि-मोक्षमार्ग ज्ञान-दर्शन-बारित्ररूपं धमध्यानाख्यं वा ।
શ્રી સૂયગડાંગસૂત્ર ૧૩ અ. ૧૪ ગાથા. અત્ર મેક્ષમાર્ગ અને ધર્મધ્યાનને અર્થમાં સમાધિ શબ્દને પ્રયોગ છે.
चत्तारि पडिमा पण्णता, तं जहा समाहि पडिमा, उवहाण पडिमा, विवेग पडिमा, विउसग्ग पडिमा ॥
ચાર પડિમા–પ્રતિજ્ઞા પ્રરૂપી છે. તે આ પ્રમાણે સમાધિ પ્રતિમા, ઉપધાન પ્રતિમા, વિવેક પ્રતિમા અને વ્યુત્સગ પ્રતિમા. समाधिः श्रुतं चारित्रं च तद्विषया प्रतिज्ञा प्रतिमा अभिग्रहः ।
શ્રી સ્થાનાંગ સૂત્ર. ૪ સ્થાનક ૧ ઉ૦ ૨૫૧ સૂત્ર. અત્ર જ્ઞાન અને ચારિત્રના ભાવમાં સમાધિ શબ્દ છે.
एकाग्रे च निरद्धे च समाधिरिति चेन्न तत् ॥
એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તને સમાધિ કહેતા હે તે એ યુક્ત નથી, समाधिरिति एकाग्रतापृष्ठभाविनीश्चित्तस्यालक्ष्यत्वात्
દ્વાંઝિશિકા. ૧૧ લે. ૩૧ અત્ર સમાધિ શબ્દનો એ અર્થ છે કે ચિત્તની એકાગ્રતા થયા પછીની અવસ્થા વિશેષ.