________________
સમાલિશતકમ
૧૨૩
સેવા કરતાં મારા મનમાં પ્રેમ સહાય છે, વિગેરે આત્મસ્વરૂપ દશાના આ પદમાં ઉદ્ગારો કાઢ્યા છે, તેનું વર્ણન કરીએ તેટલું ઘેડું છે.
જગતને જેમ જાણવું હોય તેમ જાણે પણ હું તે. આત્માને સેવક છું. પરપુદ્ગલથી પક્ષપાત થાય, પણ આત્માના સ્વરૂપમાં પક્ષપાત થાય નહિ. તેથી તે સમતા. ધારણ કરું છું. સર્વ જ્ઞાનીને એકભાવ છે. મૂખ અર્થને ભેદ પામતો નથી.
અસંખ્યપ્રદેશથી જ્ઞાનાદિ ગુણમય આત્મારૂપ સાહેબને જે જાણે છે, તે જ ત્રણ ભુવનમાં કર્મને પરાજય કરી, જશ લીલા પામે છે, એમ ઉપાધ્યાયજી કહે છે આ પદો ગાનાર ઉપાધ્યાયજી ભેદજ્ઞાન તથા ભાવનાની ઉચ્ચ દશા કેવી અદ્દભુત હશે, તે વાચકે વિચારશે.
શ્રી આનંદઘનજી મહારાજ પણ આત્મદશાને ગાય છે. માટે આત્માથી જીવે પણ આવી ભેદજ્ઞાન બુદ્ધિથી સતત આત્મભાવના ભાવીને અંતરનો આનંદ ભેગવવે.
पूर्व दृष्टात्मतत्त्स्य, विभात्युन्मत्तवजगत् ।
स्वभ्यस्तात्मधियं; पश्चात्काष्टपाषाणरूपवत् ।।८।। દઘક છંદ
ભાસૌ આતમજ્ઞાન ધુરિ, જગ ઉન્મત્ત સમાન; આગે દઢ અભ્યાસ, પથ્થર તૃણુ અનુમાન. ૬૫
અર્થ–પ્રારબ્ધ ગીને પ્રથમ ઉન્મત્તત જગત જણાય છે, અને પછીથી સારી રીતે આત્માભ્યાસ થતાં કાષ્ટ પાષાણુવત્ જણાય છે.