________________
૧૨૦
સમાધિશતકમ સંસારમાં જ ઉંઘે છે, અર્થાત્ સર્વ વ્યવહારની કલ્પનાજાળને વિસારી દીધી છે, તે ભવ્ય આત્મદર્શનમાં જાગે છે, અર્થાત્ તે જ આત્મસંવેદન પામે છે.
અને જે ઉક્ત પ્રકારના વ્યવહારમાં જાગે છે અર્થાત્ હું અને મારું એ અધ્યાસ ધારણ કરે છે, દેહાદિકમાં મમત્વબુદ્ધિ ધારણ કરે છે, મેહમાયામાં ક્ષણે ક્ષણે લપટાય છે, વિકલ્પ અને સંક૯પ રૂપ પ્રવૃત્તિ કર્યા કરે છે, એ જીવ વ્યવહારમાં એટલે સંસારમાં જાગે છે, અને તેથી આત્મદર્શનમાં ઉઘે છે, અર્થાત આત્મસ્વરૂપના ઉપચાગથી શૂન્ય વર્તે છે, અને તે આત્મજ્ઞાન પામતે નથી.
आत्मानमन्तरे दृष्ट्वा, दृष्ट्वा देहादिक बहिः ।
तयोरन्तरविज्ञानादभ्यासादच्युतो भवेत् ॥७९॥ દેધક છંદ
અંતર ચેતન દેખિકે, બાહિર દેહ સ્વભાવ, તકે અંતર જ્ઞાનતં, હોઈ અચલ દઢભાવ. ૬૪
અર્થ–આત્માને અંતરમાં દેખી અને દેહાદિકને બાહ્ય દેખી, તેમના અંતરના જ્ઞાનથી તથા અભ્યાસથી મુક્ત આત્મા થાય.
વિવેચન–અસંખ્ય પ્રદેશ સ્વરૂપી આત્માને અંતરમાં એટલે શરીરની અંદર વ્યાપી રહેલ જોઈ અને દેહાદિકને બાહ્ય માની, દેહ અને આત્માને અંતર સમજે. એમ ભેદ જ્ઞાન થતાં, અશ્રુત થાય. એકલા ભેદજ્ઞાનથી અશ્રુત થાય એમ નહિ પણ તે ભેદજ્ઞાનના અભ્યાસથી તથા પુનઃ પુનઃ આત્મભાવનાથી મુક્તિ પદ મળે છે.