________________
સમાધિશતકમ
૧૧૯ અર્થ–આત્મામાં જ આત્મબુદ્ધિવાળો શરીર ગતિને નિર્ભય રહી ભિન્ન જુએ છે. જેમ એક વસ્ત્ર ત્યજી બીજું વસ્ત્ર ગ્રહણ કરે તેમ.
વિવેચન–આત્મામાં જ આત્મબુદ્ધિ છે એ અન્તરાત્મા શરીરગતિ એટલે શરીર પરિણતિ અથવા શરીરવિનાશ અથવા બાલ્યવસ્થા તેને આત્માથકી ભિન્ન માને છે, અને જાણે છે કે શરીરના ઉત્પાદ વિનાશાદિથી આત્માને કઈ નથી. તે હર્ષ શેક ધારણ કરતું નથી. આવું જ્ઞાન તેને જ થાય છે કે જે વ્યવહારમાં અનાદર રાખે છે, પણ જે વ્યવહારમાં આદર રાખે છે, તેને તેમ થતું નથી.
व्यवहारे सुषुप्तो यः, स जागांत्मगोचरे।
जागर्ति व्यवहारेऽस्मि-सुषुप्तश्चाऽऽत्मगोचरे ।।८।। દેધક છંદ
સેવતહે નિજ ભાવ, જાગે જે વ્યવહાર સૂતો આતમ ભાવમેં, સદા સ્વરૂપ આધાર. ૬૩
અર્થ–જે વ્યવહારમાં ઉધે છે, તે આત્મદર્શનમાં જાગતાં છે, અને જે વ્યવહારમાં જાગે છે, તે આત્મદર્શનમાં ઊંઘે છે. - વિવેચન~વ્યવહાર એટલે મનમાં ઉત્પન્ન થતાં અનેક પ્રકારના સંક૯પ અને વિકલ્પના સ્થાનરૂપ, અર્થાત્ સંસારમાં ઈષ્ટમાં પ્રવૃત્તિ, અને અનિષ્ટથી નિવૃત્તિ, જે પોતાના નામને સારૂ લાગે, ત્યાંથી નિવૃત્તિ કરવી. વળી આ મારૂં, અને આ અન્ય, એવી જ્યાં બુદ્ધિ છે, એવા વ્યવહાર રૂપ જ