________________
૧૧૬
સમાધિશતકમ નિરવિકલ્પ ઉપગમેં, હેય સમધિરૂપ; • - અચલોત ઝલકે તિહાં પાવે દરસ અનૂપ. ૯૪ દેખ દરસ અદ્ભુત મહા, કાલ ત્રાસ મિટ જાય; જ્ઞાન જોગ ઉત્તમ દશા, સદ્દગુરુ દિ બતાય. ૯૫
પુદ્ગલ દશા વિનાશી છે, અને આત્મા તે અવિનાશી છે. આત્માનું સ્વરૂપ આત્મા વિચારે તે પુષ્ય અને પાપરૂપ કર્મ મળ દૂર થાય છે.
શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે કે, આ મોટો નિરધાર જાણે કે પંચમગતિ-મેક્ષ વિના ત્રણ લેકમાં જરા માત્ર સુખ નથી.
એમ સત્ય નિરાધાર કરીને, જે ભવ્ય આત્મ જ્ઞાન ધ્યાન રૂપ રસમાં લીન થઈ જાય છે, તેને નિર્વિકલ્પ રસને અનુભવ થાય છે, અને નિર્વકલ્પ રસના અનુભવથી વિક૫તાને નાશ થાય છે.
જ્યારે નિર્વિકલ્પ ઉપગમાં આત્મા રમે છે, ત્યારે તે સમાધિરૂપ બને છે, અને તેવી સમાધિમાં આત્માની અચલત ઝળકે છે, અને અનુપમ દર્શન પામે છે.
આ અદ્દભુત આત્મદર્શનથી કાલને ત્રાસ મટી જાય છે, અજરામરતા મેળવે છે. એવી જ્ઞાન યોગની ઉત્તમ દશા સદગુરુએ બતાવી છે. એવી આત્મદશામાં આત્મભાવના ધારી જ્ઞાની પરમાત્મપદ પામે છે. એ જ સાધકનું કર્તવ્ય છે. દોધક ઈદ
नयत्यात्मानमात्मैव, जन्म निर्वाणमेव वा। गुरुरात्माऽऽत्मनस्तस्मानान्योऽस्ति परमार्थतः ॥७५॥