________________
સમાધિશતકમ
૧૧૫
માટે આત્મામાં જ આત્મભાવના કરવી. અંતરમાં તેને ઉપયોગ ધાર, સર્વ પદાર્થોમાંથી મનને સંહરીને આત્મામાં જ સ્થિર કરી આત્માનું ધ્યાન કરવું
આ સંબધી શ્રી કપૂરચંદજી (ચિદાનંદજી મહારાજ) ચિદાનંદ સ્વરોદયમાં કહે છે કે –
આપ આપણું રૂપમેં, મગન મમતા મલ ખાય, રહે નિરંતર સમરસી, તાસ બંધ નવિ કેય. ૮૨ પરપરિણતિ પરસંગસૂં, ઉપજત વિનસત જીવ; મેટયાં મેહ પ્રભાવકું, અચલ અબાધિત જીવ. ૮૩
આત્મા આત્માના સ્વરૂપમાં મગ્ન રહે, ત્યારે મમતા મલને નાશ કરે છે. જે નિરંતર સમભાવરસમાં રાચી રહે છે, તે સંસારમાં બંધાતું નથી.
પર પરિણતિના પ્રસંગે જીવ સંસારમાં ઉપજે છે અને વિણસે છે. અને મેહપ્રભાવના નાશથી, અમલ અને બાધા વિનાને જીવ થાય છે.
વળી ચિદાનંદજી મહારાજ કહે છે કે – વિનાશક પુદ્ગલ દિશા, અવિનાશી તું આપ; આપો આપ વિચારતાં, મિટે પુન્ય અરૂ પાપ. ૮૯ પંચમગતિ વિણ જીવકું, સુખ તિહુલેક મઝાર; ચિદાનંદ નવિ જાણ, એ મોટો નિરધાર. ૯૨ ઈમ વિચાર હૃદયે કરત, જ્ઞાન ધ્યાન રસલીન; નિરવિકલ્પ રસ અનુભવ, વિકલ્પતા હોય છીન. ૯૩