________________
સમાધિશતકમ
૧૧૩ જ્ઞાની ગ્રામમાં કે વનમાં પિતાને નિવાસ ક૫તે નથી, કારણ કે ગ્રામ અગર વન એ કંઈ આત્માનું સ્થાન નથી. તેમ જ શરીર પણ આત્માનું સત્ય રહેવાનું નથી. ત્યારે આત્મા કયાં રહે છે તે બતાવે છે.
આત્માના અસંખ્યાત પ્રદેશ છે. તે અસંખ્યાતા પ્રદેશ અરૂપી છે, અજ છે, અવિનાશી છે. અને એક એક પ્રદેશે અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર, રહ્યું છે. અસંખ્યાત પ્રદેશે (મળીને) જ્ઞાન અને દર્શન રૂપ ઉપગ પ્રગટે છે.
આત્મા શુદ્ધ નિશ્ચયનયથી જોતાં નિરંજન છે. પિતાના સ્વરૂપથી કે ઈપણ વખતે ચલાયમાન થતું નથી, માટે તે અચલ છે. તથા આત્માની આદિ પણ નથી, તેમ અન્ત પણ નથી.
પરમાનંદમય છે. સમયે સમયે અનંત સુખ જોક્તા છે. પિતાના શુદ્ધ સ્વરૂપને વિલાસી છે. તે શુદ્ધાત્મા તે જ જ્ઞાનીને રહેવાનું સ્થાન છે.
પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી શુદ્ધ અસંખ્ય પ્રદેશી આત્મા જ જ્ઞાનીનું નિવાસ સ્થાન જાણવું.
શુદ્ધાત્મસ્વરૂપમાં નિવાસ સ્થાન જાતે જ્ઞાની ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુઓના સંગે રાગ, દ્વેષથી લેપતે નથી, તેમ જ ગ્રામ, હવેલી તથા વન વિગેરેને પિતાનું નિવાસસ્થાન કલ્પી મમતાભાવ સેવન કરતું નથી. તેમ જ શરીરમાંથી પણ જેને આત્મબુદ્ધિ ઉઠી ગઈ છે, એ જ્ઞાની શરીરમાં પણ મમતાભાવ ધારણ કરતું નથી. જ્ઞાનીની