________________
સમાધિશતકમ
૧૧૧
દ્વેષની ઉત્પત્તિ થાય છે અને રાગદ્વેષ ભવનું મૂળ છે, માટે મનુષ્યને સંસર્ગ ત્યજે.
જે મુનિરાજ મનુષ્ય સંસર્ગ રહિત છે, તે મુનિ જગતેના મિત્ર છે. અને તે મુનિ પિતાનું હિત સાધી શકે છે. પ્રાયઃ મનુષ્યના સંસર્ગથી ઉપાધિની પ્રાપ્તિ થાય છે. માટે મુનિરાજ મનુષ્યને સંસર્ગ ત્યાગી એકાંત સ્થાનમાં વસે છે. કારણ વિના વિશેષ પ્રકારે કેઈની સાથે ભાષણ પણ કરતા નથી. જે મનુષ્યના પરિચયથી આત્માનું હિત નથી. તે તેમને પરિચય કેમ કરે? .
વ્યાખ્યાન શિક્ષાદિ કારણે મનુષ્યના સંબંધમાં આવે, તે પણ અંતર વૃત્તિથી ન્યારા વર્તે છે, એવા મુનિરાજ ઉપાધિ રહિત હોય તે અનુપમ આનંદના ભોગી બને છે. આત્મજ્ઞાનથી આ વિવેક પ્રગટે છે.
આત્મજ્ઞાની આત્મમાં જ સ્વસુખ માની અજ્ઞાની મનુષ્યને સંસર્ગ ત્યજે છે. આત્મજ્ઞાનની બલીહારી છે, કે જેથી મનુષ્ય સ્વકાર્ય સાધે છે.
શ્રી ચિદાનંદજી મહારાજ પણ જ્ઞાનનો મહિમા
'
પદ
જ્ઞાનકલા ઘટે ભાસી, જાકું જ્ઞાન. તન ધન નેહ નહિક જાકું, છિનેમેં ભયે ઉદાસી. જાકું. ૧ હું અવિનાશી ભાવ જગતકે, નિશ્ચયે સકલ વિનાશી;