________________
૧૧૦
સમાધિશતકમ સર્વ વસ્તુ સંબંધી તૃષ્ણાને પરિહાર કરી, સંતેષ. ધારણ કરે.
જ્યાં સુધી સંતેષ પ્રગટયો નથી, ત્યાં સુધી તાત્વિક સુખ નથી. સંતોષથી તાત્ત્વિક સુખ સહેજે પ્રગટે છે. દુનિયામાં સંતેષ ધારણ કરનાર ફક્ત એક મુનિરાજ સુખી છે. બાકી મમતા તૃણાથી પીડિત છો રાજા, ચકવત, ઇંદ્ર, નાગેન્દ્ર હોય તે પણ તે સુખી નથી.
जनेभ्यो वाकूकृतः स्पन्दो, मनसश्चित्रविभ्रमाः ।
भवन्ति तस्मात्संगसर्ग, जनैयोगी ततस्यजेत् ॥७॥ દોધક છંદ
હેત વચન મન ચલિતા, જનકે સંગ નિમિત્ત, જન સંગી હે નહીં, તાતે મુનિ જગમિત્ત, ૫૯
અર્થ-મનુષ્યના સંસર્ગથી વાણીની પ્રવૃત્તિ થાય અને તેથી મનની ચપલતા થાય છે અને તેથી ચિત્ત વિભ્રમ થાય છે, માટે યોગીએ અજ્ઞાની માણસોને સંસર્ગ તજ.
ભાવાર્થ મનુષ્યમાં મળવાથી પરસ્પર બોલવાનું થાય છે, અને તેથી મનની વ્યગ્રતા થાય છે, અને મનની વ્યગ્રતાથી ચિત્તવિભ્રમ થાય છે, નાના પ્રકારના વિકલ્પની પ્રવૃત્તિ થાય છે, આમ પ્રવર્તન થાય છે. માટે એગીએ અજ્ઞાની મનુષ્યને સંસંગ તેજ.'
- જે યાગી મનુષ્યના સંસર્ગમાં આવે છે, તે માયાના પ્રપંચમાં ફસાય છે, અને માયાના પ્રપંચમાં ફસાયાથી રાગ