________________
સમાધિશતકમ.
૧૦૯ રહિત કેવળ આત્માની ધારણ કરવી. વિશેષતઃ ચિત્તમાં તેનું જ ધ્યાન કરવું.
કેવળજ્ઞાન છે સ્વરૂપ જેનું એટલે જ્ઞાન શરીરવાળે આત્મા ઘાર. અનેક પ્રકારનાં કામ કરતાં પણ અંતરથી. સતત તેવી જ ધારણું રાખવી.
એવી ધારણું રાખવાથી ભેદજ્ઞાનની દઢતા થાય છે અને તેવી દઢતા વૃદ્ધિ પામવાથી રાગદ્વેષની પરિણતિ સ્વયંમેવ મંદ પડે છે. અંતરમાં આનંદ પ્રગટે છે. ___ मुक्तिरेकान्तिको तस्य, चित्ते यस्याऽत्रला धृतिः ।।
तस्य नै कान्तिकी मुक्तिर्यस्य, नास्त्यचला धृतिः ॥७२॥ દોધક છંદ
મુગતિ દૂર તાકું નહીં, જ થિર સંતેષ; દૂર મુગતિ તા સદા, જાકું અવિરતિ પોષ. ૫૮
અર્થ--જેના ચિત્તમાં અચલવૃત્તિ છે, તેને એકાંતિક મુક્તિ છે અને ચિત્તમાં અચલવૃત્તિ નથી, તેને એકાન્તિક મુક્તિ થતી નથી.
વિવેચન-જેના ચિત્તમાં અચલ આત્મસ્વરૂપની ધારણા છે. તે અન્તરાત્માને અવશ્ય થવાવાળી મુક્તિ થાય છે અને જેને પૂર્વોક્ત પ્રકારની અચલ ધારણું નથી, તેને મુક્તિ અવશ્ય થતી નથી.
જેના હૃદયમાં સ્થિરતાપણે સંતે વાસ કર્યો છે. તેવા જનને મુક્તિ પાસે છે અને જેને અવિરતિની પુષ્ટિ થાય છે, તેને મુક્તિ દૂર છે. માટે સંતોષનું વારંવારે સેવન કરવું.