________________
સમાધિશતકમ
૧૦૭
અલખ લખ્યા કિમ જાવે છે,
એસી કેઈ યુગતિ બતાવે, અલખ. તન મન વચનાતીત ધ્યાન ધર, અજપાજાપ જપાવે; હેય અડેલ લોલતા ત્યાગી, જ્ઞાની સરોવર ન્હાવે.
હો એસી. ૧ શુદ્ધ સ્વરૂપે શક્તિ સંભારે, મમતા દૂર વહાવે; કનક ઉપલ મલ ભિન્નતા કાજે, ગાલ ઉપજાવે.
હે એસી૨ એમ સમે સમશ્રેણિ આરોપી, ચિદાન દઈમ ગાવે, અલખરૂપ હેય અલખ સમાવે, અલખ ભેદ ઈમ પાવે.
છે એસી. ૩
આ પ્રમાણે અજપાજાપથી જે દયાન કરે છે અને મન, વચન, કાયાથી જુદા આત્માને જાણું, બાહ્ય મમતા ત્યાગી, પોતાની શક્તિને સંભારી સ્વસ્વરૂપમાં રમે છે, એવા મુનીશ્વર સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરે છે અને અનંત સુખને ભક્તા બને છે.
प्रविशद्वलतां व्य्हे, देहेऽणनां समाकृतौ । स्थितिभ्रान्त्या प्रपद्यन्ते तमात्मानमबुद्धयः ॥६९॥
અર્થ –-બુદ્ધિ વિનાના બહિરાત્માઓ પ્રવેશતા અને નીકળતા પરમાણુઓના સમૂહરૂપ તથા સમાનાકાર દેહને